પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દોદષ્ટ મળ્યા વિના રસ્નેહ નથી બાઝતો.] વરમંડ ખોટાં વાદળાં, વાયે ટાઢા વા, મેનું કોઈ ન માનશો ભેએ) માર્યા બાપ ને મા ! [33] આ વ્યોમમાં (આકાશમાં) ચડેલાં વાદળાં જૂઠાં છે. આ ઠંડો પવન ફૂંકે છે. પણ હવે એ મેહની એવી એંધાણીઓ પર કોઈ વિશ્વાસ ન રાખજો. (એ ઠગારો છે. આશા આપીને પણ નહિ આવે.) કેમ કે એ તો પોતાનાં માબાપને (જળને તથા સૂર્યને) મારી નાખનાર છે. બીજાને શું જીવાડશે ?)] ૩. નિરાશ ઊજળી આભપરા પહાડ પર ઘૂમલી નગરમાં જાય છે. મેહની મેડી પાસે ઊભી રહી મેણાં બોલે છે: આભપરે આવી ઊજળી, ચારણ ભૂખી છે, જાઉં કિસે હું, જેઠવા, મત મુંઝાયલ મેં ! [34] [હે મેહ જઠવા ! હું ઊજળી ચારણી ભૂખી-તરસી આભપરા પર આવી છું. બીજે ક્યાં જાઉં? મારી મતિ મૂંઝાઈ ગઈ છે.] વાડી માથે વાદળાં, મોલું માથે મેહ, [35] દુ:ખની દાઝેલ દેહ, ભોંઠાં પડીએ, ભાણના ! [વાડીઓ ઉપર વાદળાં છવાયાં છે. મારો દેહ દુઃખથી દાઝી ગયેલ છે. એ ભાણના પુત્ર ! હું લજ્જિત બનું છું.] 442 મૂંઝવ મા તું મે ! ઊંડાં જળમાં ઉતારીને, મોઢું દેખાડ મે ! ભોંઠપ મ દે, ભાણના ! [36] [હે મેહ ! તું આટલી હદ સુધી ઊંડા પાણીમાં ઉતર્યા પછી (આટલા સ્નેહસંબંધમાં મને સંડોવ્યા પછી હવે) આમ લજ્જિત ન કર. મોં બતાવ.] 1 પાણીને સુકાવીને મેહ બંધાય છે, તથા બંધાયા પછી સૂર્યને ઢાંકી દે છે, એ અર્થ બેસતો જણાય છે. 2 વાડી માથે વાદળાં મેડી માથે મે. ઊભી અરાસાં કરું, એક હોંકારો દે ! એક આવો સોરઠો પણ ચાલે છે: ઊજળી હાલી હટારણે, માથે મંડાણો મેહ, વાલ્યમ વ૨સને ! અંગ પલાળે ઊજળી.

લોકગીત સંચય

૪૪૨
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૪૨