પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પરબેથાં પાછાં વળ્યાં, તરસા ઝાઝી છે; તું વણ વાલા મે, અગમ્યું ક્યાં જઈ ઓલવું? [37] [મને તૃષા બહુ જ લાગી છે. પણ મારે પાણીની પરબ પરથી ખુદ પ્રેમના ભરપૂર સ્થાન ૫૨થી) પાછાં વળવું પડે છે. હવે તો કહે, મેહ ! તારા વિના મારી તૃષાની આગ ક્યાં જઈ ઓલવું આવ્યાં આશા કરે, નિરાશ એને તો વાળીએ; તબડુક ટુંકારે, ભોંઠપ ઝાઝી, ભાણના ! [38] [આશા કરી આવેલીને નિરાશ કરી પાછી વાળવી ન ઘટે. હે મેહ! તારા આવા ટુંકારા થકી મને ઘણી લજ્જા આવે છે, હે ભાણ જેઠવાના પુત્ર !] મેહ જેઠવો બારીએ ડોકું કાઢીને જવાબ આપે છેઃ ચારણ એટલા દેવ, જોગમાયા કરી જાણીયેં; લોહીનાં ખપ૨ ખપે, (તો) બૂડે બરડાનો ધણી?. [39] [હે ઊજળી ! અમારે ૨જપૂતોને માટે તો ચારણ જાતિનાં જેટલાં લોકો તેટલાં દેવ તુલ્ય લખાય. તું ચારણ કન્યા છે, એટલે તને તો હું દેવી સમ માનું છું. જો તમારા સરખાં લોહીનાં પાત્રો હું પીઉં, તો તો હું બરડાનો સ્વામી નાશ પામું.] તમે છોરું ચારણ તણાં, લાજું લોપાય નૈ; મન બગાડું અમે, (તો) આભપરો લાજે, ઊજળી ! [40] [હે ઊજળી ! તું તો ચારણનું સંતાન છે, તારી લજ્જા-મર્યાદા મારાથી ન જ લોપાય. જો હું મારું મન બગાડું, તારા પર પ્રેમ કરવાનો કુવિચાર સેવું, તો મારો આભપરો ડુંગર બદનામ થાય !] કણ ને દાણા કોય ભણ્ય તો દઉં ગાડાં ભરી; હૈયે ભૂખું હોય, (તો) આભપરે આવે ઊજળી ! [41] [તું કહે તો તને અનાજનાં ગાડાં ભરી આપું, ભવિષ્યમાં જ્યારે જ્યારે પેટમાં (હૈયે) ભૂખ હોય, ત્યારે ત્યારે સુખેથી આંહીં આભપરે આવીને અનાજ લઈ જજે.] ' લોહીનાં ખ૫૨ઃ ચારણીને પરણવું એ લોહી પીવા બરોબર પાપકર્મ કહેવાય. અથવા તો એવો અર્થ હોય કે જો હું રજપૂત તને ચારણીને બહેન કરી ન માનું, પરણું, તો તો ચારણો મારે દ્વારે ત્રાગાં કરી ખપરે ભરી ભરી લોહી રેડે, ને એટલું બધું લોી રેડાય કે હું બરડાનો રાજા બૂડી જાઉં, નાશ પામું.’ 2 લોહીનાં ખપર ખપે, (તો) ચારણ્ય ઊજળી ! એ બીજો પાઠ છે; વધુ વાસ્તવિક લાગે છે. ૩ ‘અમે મન બગાડું’ એ પરજની (ચારણી) ભાષાનો પ્રયોગ છે. સોરઠી ગીતકથાઓ

443

૪૪૩
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૪૩