આંયાંથી જાને ઊજળી ! નવેનગર કર નેહ, જાને રાવળજામને', છોગાળો ન દે છેહ. [42] [હે ઊજળી ! તારે અનાજ ન જોતું હોય, પણ રાજાને જ પરણવું હોય, તો સુખેથી તું નવાનગર જઈ રાજા રાવળ જામની સાથે સ્નેહ કર. એ છોગાવાળો (સિક) રાજા તને દ નહીં દે.] 4. હતાશાનું રુદન: મેહને શાપઃ વિદાય આવી હલકી ભાષામાં પોતાની અવગણના થતી સાંભળીને ચારણકન્યા રોમેરોમે સળગી ઊઠી. પોતે જેને જીવનમાં પ્રેમ, પવિત્રતા ને પ્રતિષ્ઠા અર્પણ કરી નાખ્યાં છે, તેના જ મોંમાંથી આ શબ્દો પડ્યાં; ઊજળીના શિર ઉપર જાણે એટલા વજ પડ્યાં – એ કળકળે છે: સાકરને સાદે બોલાવતો, બરડાના ધણી, (આજ) કૂચા કાંઉ કાઢે, જાતે દા'ડે, જેઠવા ! [43] [હે બરડાના સ્વામી જેઠવા ! આજ સુધી તું મને મીઠે સ્વરે બોલાવતો, ને આજ જતે દિવસે મોંમાંથી કૂચા જેવા શુષ્ક ને હલકા શબ્દો તું શીદ કાઢે છે ?] નળીયું હતીયું નકોર (તે દિ’) બોલાવતો, બરડાનો ધણી, (આજે) જાંગે ભાગ્યા જોર, (તે દિ') જાતાં કીધાં જેઠવા ! [44] [આ દુહો સગર્ભાવસ્થાનું સૂચન કરે છે.] છાણે વીંછી ચડાવીએ, ટાકર મારે તેહ, માગી લીધો મેહ, બરડાના બિલેસર કને. [45] પરંતુ સાચું, તું આવું બોલે એમાં આશ્ચર્ય નથી, કેમ કે જેમ જાણીબૂજીને છાણા પર ચડાવેલો વીંછી તો ડંખ જ મારે એ સહજ છે, તેમ મેં પણ, હે મેહ ! તને બરડા ડુંગરના બિલેશ્વર મહાદેવ પાસેથી મારી જાતે જ માગી લીધો, તારા સ્નેહનો મેં જાણીબૂજીને અંગીકાર કર્યો, એટલે તારા જેવા કૃતઘ્નીના વિષર્દેશ થાય જ.] આવિડયું અમે, જેઠીરાણ ! જાણેલ નહિ, (નીકર) પિયર પગ ઢાંકે, બેસત બરડાના ધણી ! [46] [હે જેઠવા રાણા ! તારી આ અધમતા આટલી હદે હશે એ મેં જાણ્યું નહોતું. નહીં તો હે બરડાના સ્વામી ! હું મારા પગને ઢાંકીને મારા પિયરમાં જ બેસી રહેત, અખંડ કૌમારવ્રત ધારણ કરી લેત.] ' આ દુહો ક્ષેપક જણાય છે. તે સમયે રાવળ જામ નહોતો. 2‘છાણે વીંછી ચડાવવો' = જાણીબૂઝીને સંકટ વહોરવું. (લૌકિક કહેવત) 444
લોકગીત સંચય