લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છેતરીને દીધા છેહ, હાલીતલ' હળવાં થયાં. મનમાં નોતું મેહ, (તો) ભાણના ! નાકારો ભલો. [47) [હે મેહ ! મને છેતરી દગો દીધો. હું – આંä સ્વેચ્છાથી આવનારી - હલકી પડી. જો તારા મનમાં સ્નેહ નહોતો, તો હૈ ભાણ જેઠવાના પુત્ર ! મને પ્રથમથી જ ના પાડવી બહેતર હતી.] મનમાં હૂતું મેહ (તો) નાકારો કાં ન મોકલ્યો? લાજું અમણી લે, ભોંઠા પાડ્યાં ભાણના ! [48] [હે મેહ ! જો આવું કપટ તારા મનમાં હતું, તો મને ‘ના’ કેમ ન મોકલી ? મારી લાજ લઈને તે મને ભોંઠી પાડી.] પરદેશીની પીડ, જેઠીરાણ ! જાણી નહિ, તાણીને માર્યાં તીર, ભાથે ભરીને ભાણના ! [49] [હે જેઠવા રાણા! મારી – પરદેશી મનાવીની – પીડા તું ન સમજી શક્યો. હે ભાણના પુત્ર ! તેં તો ભાથામાં ભરીભરીને મને તીર માર્યાં !! ઓશિયાળાં અમે, ટોડાઝલ ટળિયાં નહિ, મેણીઆત રાખ્યાં મે ! જામોકામી જેઠવા ! [50] [હું તારી ઓશિયાળી (આશ્રિત) બનીને તારા ઘરના ઢેડા ઝાલી હંમેશાં તારી દયા યાચતી જ રહી, એ દયામણી હાલત ટળી જ નહિ. અને હું જેઠવા ! તેં મને સદાને માટે મેંણાં ખાતી (કલંકિત) કરી મૂકી.] બાળોતિયાનાં બળેલ, (અમે) થાનુંમાં ઠરિયાં નહિ, તરછોડ્યાં તમે, જામોકામી જેઠવા ! [51] [હું તો બાળોતિયામાં સૂવા લાયક (બાળક) હતી તે દિવસથી જ દુઃખી છું. મારું બાળપણ નિરાધાર ગયું. માતાનાં સ્તન પર પણ હું નથી ઠરી. (માનું ધાવણ ન પામી.) ને છેવટે તેં પણ મને સદાને માટે તરછોડી ! 1 ાલનાર (ાલીતલ, ઘલતલ, મારતલ વગેરે પ્રયોગો ચારણી ભાષાના ‘તલ’ પ્રત્યયથી બન્યા છે.) 2 અમણી: અમારી. લેઃ લઈ. (ચારણી પ્રયોગ.) ૩ ટોડાઝલ (આશ્રિત મનુષ્ય હંમેશાં દયામણે મોંએ પોતાના આશ્રયદાતાનાં દ્વારના ઢેડા ઝાલી ઊભું રહે છે તે પરથી) લાચાર.

  • સદાકાળ ('જામોકામી જેઠવા' લોકોમાં કહેવત જ થઈ પડી છે.)

5 આ દુહો સૂચવે છે કે ઊજળીની માતા વહેલી મરી ગઈ હશે. પાઠાન્તર: બાળોતિયાનાં બળેલ, (અમે) ઠાઠડીમાંય ઠરિયાં નહીં ! સોરઠી ગીતકથાઓ

445

૪૪૫
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૪૫