પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તાવમાં માણસ જેમ આઘાં ઠેલે અન્નને, મે'ને લાગી એમ અફીણ રોખી ઊજળી. [52] તાવમાં પીડાતો મનુષ્ય જેમ કંટાળી અને તરછોડે, તેમ આજે મેહ જેઠવાએ પણ મને ઘણાથી તરછોડી. હું ઊજળી એને અફીણ સમ કડવી લાગી. અભડાણાં અમે, મુસલમાન મળ્યો નહિ; છેલ્લી છાંટ તમે, જળની નાખો, જેઠવા ! [53] હું ભ્રષ્ટ બની. કોઈ મુસલમાન મળ્યો નહિ, કે જેને સ્પર્શીને હું મારી આભડછેટ નિવા માટે હવે તો, હે જેઠવા ! તું જ મને છેલ્લી વાર પાણીનો છાંટો નાખી લે.] ખીમરા ! ખારો દેશ, મીઠાબોલાં માનવી, નગણાસું શો નેહ ! બોલ્યો નૈ બરડાધણી. [54] [ઊજળી પોતાના સંગાથી ચારણ ખીમરાને કહે છે હે ખીમરા ! આ બરડો દેશ ખારો નીકળ્યો. એનાં ક્ષારવાળાં (નિર્દય) હૃદયના માનવીઓ માત્ર મોયેથી જ મીઠું બોલે છે. આવા નગુણા (કૃતઘ્ની) સાથે સ્નેહ શો હોય? ચાલો આપણે. બરડાનો સ્વામી નથી બોલતો. કાચો ઘડો કુંભાર, અણજાણ્યે મેં ઉપાડિયો, ભવનો ભાંગણહાર જેઠીરાણ જાણેલ નહિ. [55] [અરેરેરે ! મેં અજાણીએ કુંભારને ઘેરથી માટીનો કાચો ઘડો ઉપાડ્યો. (કાચા માનવીને પ્યાર કર્યો.) મેં નહોતું જાણ્યું કે આ જેઠવા રાણા રૂપી મારું પ્રેમપાત્ર આમ સહેલાઈથી તૂટી પડીને મારી આખી જિંદગી ધૂળધાણી કરી નાખશે.] આભપરેથી ઊછળ્યાં, જળમાં દીધો ઝોક, સરગાપરનો ચોક, ભેળા થાશું, ભાણના ! [56] આભપરા પહાડ પરથી તો હું ફેંકાઈ ગઈ, ઊંડા પાણીમાં ડૂબી ગઈ. હવે તો હે ભાણના ! સ્વર્ગના ચોગાનમાં આપણે મળશું.] પુત્ર આટલાં વીતકો વીતવા છતાં ઊજળી પોતાના પ્રીતમને સ્વર્ગમાં પામવાની ભાવના રહી છે. ફરી પાછી રોષ કરે છેઃ । ‘ોખી’: ‘સરખી’નું રૂપાંતર લાગે છે. કોઈ ચાંડાલને અડકી જવાય તો તે આભડછેટનું નિવારણ બે રીતે કરવાનો લૌકિક રિવાજ હતોઃ કાં પાણીના છાંટા લઈને, અથવા મુસલમાનને અડકીને. આંä ઊજળી પણ પોતાને મેહજી જેવા ચાંડાલના સ્પર્શ થકી ોષિત થયેલી માને છે, પરંતુ આ અર્થ સંગત નથી જણાતો. તેમ હોત તો ઊજળી છાંટ નાખવાનું જેઠવાને ન કહેત 446

લોકગીત સંચય

૪૪૬
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૪૬