પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મરી ગ્યો હત મે, (તો) દલમાંથી દઝણું ટળત, જીવતાં માણસ જે (એને) બાળો કાં બરડા-ધણી ! [57] હે મેહ ! આ કરતાં તો તું મરી ગયો હોત, તો મારા દિલમાંથી દાઝ (આંતહિના દાગ) તું જાત. હે બરડાના સ્વામી ! મને જીવતા માનવીને કાં બાળી રહ્યો છે તું J ભૂંસાઈ કળ કળ ક૨શે કાગ, ઘૂમલીનો ઘૂમટ જશે, લાગો વધતી આગ, રાણા ! તારા રાજમાં. [58] [હે રાણા! હું શાપ આપું છું કે આ નગર પર કાગડા કળકળશે. (નગર ઉજ્જડ બનશે.) ઘૂમલી નગરના ઘુમ્મટો તૂટી પડશે અને તારા રાજમાં વધુ ને વધુ આગ લાગશે.] જળના ડેડા જેહ, દબાણાં થકાં ડસે, (પણ) વશીઅરનાં વેડેલ જીવે ન કે દિ' જેઠવા ! [59] પાણીમાં રહેતા પામર જળસાપો તો પગ તળે દબાયા હોય તો જરા ડસી લે છે. એના દેશથી કોઈ મૃત્યુ ન નીપજે, પરંતુ મહાવિષધારી સર્પનાં ડસેલાં માનવી તો કદાપિ ન જીવે, હે જેઠવા ! એવી રીતે, પામર મનુષ્યોના શાપ ન ફળે, પણ મારા સમ કુલિન ને પવિત્ર ચારણકન્યાના શાપ તારો નાશ કરી નાખશે. । ‘વશીઅર' એ ‘વિષધર'નું રૂપાંતર છે. 2 ‘વેડેલ’ શબ્દ આંહીં ‘કડેલ’ એ અર્થમાં યોજાયો છે. સાધારણ રીતે વેડવું’ એટલે તોડવું’; જેમ કે 'આંબો રેડવો' – કેરીઓ તોડવી. સોરઠી ગીતકથાઓ

447

૪૪૭
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૪૭