પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

3 શેણી – વિજાણંદ 1 જૂના સમયના ગિરનો કાંઠો બતાવતું ગોરવિયાળી ગામ હજુ છે. એ ગામમાં વેદો ગોરઢિયાળો નામે પરજિયો (માલધારી) ચારણ રહેતો. વેદાને શેણી નામે એક દીકરી હતી. એ વેદાને ઘેર વિજાણંદ ભાંચવિયા નામનો એક જુવાન ચારણ ગિરમાંથી આવતો અને પોતાનું જંતર (બીન) બજાવી ગામડિયા દાયરાને ડોલાવતો. જંતર બજાવવામાં એ પ્રવીણ હતો, એટલું જ નહીં પણ એ સંગીતમાં પોતાનો સમસ્ત પ્રાણ ઠલવી દેતો ! અનેક રૂપાળી રાત્રિએ વેદા ચારણના ઘરના ચોગાનમાં વિજાણંદનું જંતર સવારોસવાર બજ્યા કરતું, વિજાણંદના કંઠમાંથી પ્રેમનાં, વિલાપનાં ને વીરત્વનાં ગાન વછૂટતાં, યુવાન શેણી ઘરની ઓથે બેસીને એ સંગીત–સાંભળતી, અને ગાનાર-સાંભળનાર વચ્ચે અબોલ પ્રીતિ બંધાયે જતી હતી. એક દિવસ વિજાણંદના સંગીત પર બેહદ પ્રસન્ન થયેલા વેદા ચારણે એને કહ્યું, ‘તું માગ તે આપું’. વિજાણંદે વિશ્વાસ ધરીને શેણી સાથે વિવાહ માગ્યો. પણ એવા ભટકતા ભિખારીને પોતાની લાડકવાઈ દીકરી શેણી પરણાવવાનું વેદાને નહોતું ગમતું. એણે વિજાણંદ સમક્ષ એક વિકટ શરત મૂકી: ‘આજથી બરાબર એક વરસની અંદર એક સો ને એક નવચાંદરી ભેંસો' આણીને મને આપે, તો શેણીને તારી વેરે પરણાવું.' વિજાણંદ એ કરાર પૂરો કરવા નીકળ્યો. નેસડે-નેસડે માલધારીઓને જંતરના સંગીત થકી રીઝવી નવચાંદરી ભેંસોની ભેટ એકઠી કરવા લાગ્યો. પણ નવચંદરી ભેંસો મેળવવાનું મુશ્કેલ હતું. વિજાણંદથી ઠરાવેલી મુદતે પાછા ન પહોંચાયું. છેલ્લા દિવસની સાંજ સુધી પોતાના વહાલા વિજાણંદની વાટ જોયા પછી આશા ગુમાવી શેણીએ અખંડ કૌમારનું વ્રત લીધું. પિતાની રજા લઈ હિમાલયમાં ગળવા (આવર્ત જન્મે વિજાણંદને વરાય તે ધાર્મિક માન્યતાથી) ચાલી ગઈ. રસ્તામાં સ્થળે સ્થળે વિજાણંદની ' ચારેય પગનાં કાંડા ધોળાંઃ પૂંછડાને છેડે ધોળા વાળ એક આંચળ ધોળોઃ લલાટમાં ધોળું ટીલું : ધોળું: એક આંખ ધોળી: એવાં શ્વેતવરણાં નવ ચંદ્રચિહ્નોવાળી ભેંસ નવાંદરી' કહેવાય. 448

લોકગીત સંચય

૪૪૮
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૪૮