પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભાળ કાઢતી રહી, પરંતુ ક્યાંય વિજાણંદનું મિલન લાધ્યું નહીં. હિમાલય પર ચડીને શેણી બરફની ઊંડી કંદરામાં બેસી ગઈ. વિજાણંદ પાછળ પહોંચ્યો. શેણીનું સ્થાન શોધી કાઢ્યું. શેણીને પાછી વળવા વિનવી, પણ શેણીએ ન માન્યું. પોતે શેણીની સંગાથે ન મરી શક્યો. છેલ્લી વારને માટે એના બીનને સાંભળતી સાંભળતી શેણી પ્રાણ ત્યજી ગઈ. વિજાણંદ પાછો સંસારમાં ગાંડાઘેલા જેવો ભટકી મરી ગયો. શેણી અત્યારે ચારણોમાં “શેણી આઈ' તરીકે પૂજાય છે. આ આખી ઘટનાને કથા રૂપે ‘સૌરાષ્ટ્રની રસધાર’ (ભાગ 5)માં લખવામાં આવી છે. આ કથા આપણને ગ્રીસની પુરાણકથા ‘ઑઅિસ’નું સ્મરણ કરાવે છે. શેણી: સજનીઃ ‘સ્વજન' પરથી (નારી જાતિ). 1. સંગીતમાંથી પ્રીતિનો ઉદય વિજાણંદ આડો વીંઝણો, શેણી આડી ભીંત; પડદેથી વાતું કરે, બાળાપણની પ્રીત. [1] વિજાણંદ પોતાના મુખ આડે વીંઝણો પંખો) રાખતો, અને શેણી દીવાલની આડશ કરીને બેસતી. એ રીતે બંને જણાં વચમાં અંતરપટ રાખીને મૂંગી વાતો કરતાં. એવી બાલ્યાવસ્થાની પ્રીતિ બંધાઈ હતી.] જંતર મોટે તુંબડે, બતરીસે ગમે, છતરીશ લાવણ રમે વિજાણંદને ટેરવે. [2] [વિજાણંદનું વાજિંત્ર (બીન) મોટાં બે તુંબડાંવાળું હતું. એ વાદ્યને બત્રીસ ગમા (પડદા) હતા. એ ગમા પ૨ જ્યારે વિજાણંદની આંગળીનાં ટેરવાં ફરતાં ત્યારે છત્રીસ પ્રકારની લાગણીઓ (રાગિણીઓ) ગુંજી ઊઠતી હતી.] ગમે ગમે ગોઠડી, નવ તાંત્યુંમાં નેહ, હૈયામાં હલકે વિજાણંદનાં તુંબડાં. [3] [એ પ્રત્યેક ગમો (પડદો) જાણે કે પ્રેમની ગોષ્ઠિઓ કરતો હતો; વાજિંત્રની નવ તાંત્યો (તંતુઓ) વાટે જાણે સ્નેહ ગુંજતો હતો; અને વિજાણંદના એ જંતરનાં બે મોટાં તુંબડાં જાણે કે શેણીના હૈયામાં હલક દેતાં હતાં. આખા વાદ્યનો વિભાગેવિભાગ વિજાણંદની ગુપ્ત પ્રીતિનો વાહક બની શેણીના હૈયામાં એ સંગીત વાટે સંદેશા ચલાવતો હતો.. સોરઠી ગીતકથાઓ

449

૪૪૯
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૪૯