પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તું ટેકરા-ટેકરી ચડીને, ગુંદાળી નામની ધાર પર ચડીને, ઊંચા ઉછાળ લઈને ક્યાંયે વિજાણંદ નજર કર, અને એને પાછો વળવાનું કહે, ઓ બહેન ! હોય ખેતર પાક્યું, કણ ઝરે, મન બેઠું માળે, વળ્ય વેલો વિજાણંદા ! (ભને) રોઝડાં રંઝાડે. [9] હે વિજાણંદ ! મારા જીવનનું ખેતર પાકી ગયું, યૌવન રૂપી દાણા ઝરી જાય છે. અંતઃકરણ તારી રાહ જોતું માળા ૫૨ બેઠું છે. હવે તો તું વહેલો વહેલો પાછો વળ! કેમ કે મારા જીવનક્ષેત્રને નાદાન ચારણ ઉમેદવારો રૂપી રોઝડાં સતાવે છે અર્થાત્ બીજા બેવકૂફ ચારણો મને પરણવાના પ્રયત્નો કરી મને પીડે છે. રોઝ નામનાં પશુઓ નાદાની માટે પ્રખ્યાત છે.] ખેતર પાક્યું પોંક થિયો, મન બેઠું માળે, અધવચ મેલ્યાં એકલાં, હાલ્ય હૈડા હેમાળે ! [10] [મારું જીવનરૂપી ખેતર પાક્યું છે, યૌવન રૂપી પોંક (લીલા દાણા) શેકાઈને ખાવા માટે તૈયાર કરી મૂકેલ છે. મારું મન માળા ઉપર બેઠે બેઠું વાટ જુવે છે, પરંતુ મને તો વિજાણંદે અધવાટે રઝળાવી. હે હ્રદય ! હવે તો હિમાલયે ચાલો !! વિજાણંદની વરમાળા, બીજાની બાંધું નહીં; ચારણ હોય લખચાર, (તેને) બાંધવ કહી બોલાવીએ ! [11] હે પિતા ! હું વિજાણંદ સિવાય બીજા કોઈની વરમાળા મારે કંઠે નહીં બાંધું. બીજા ચાર લાખ ચારણો હોય તોયે શું ! એ તમામને હું ‘ભાઈ’ કહીને બોલાવીશ. મારે બીજા કોઈની સાથે લગ્ન નથી કરવાં.] મત્યું શું ઘો માનવી ! જણણની જૂજવી, આટલી ડાહ્યપ હતી (તો) વિજાણંદ કાં વાળ્યો નહિ ! [12] [બીજે પરણવાની સલાહ આપનાર ગામલોકોને શેણી કહે છે: હે માનવીઓ ! હવે તમે દરેક તમારી જુદી જુદી સલાહો શું આપી રહ્યા છો? તમારા સહુમાં આટલું ડહાપણ હતું તો, તે દિવસે જ કેમ વિજાણંદને પાછો ન વાળ્યો ધોબી લૂગડ ધોય, રૂપાળે રાચું નહિ, મ૨ મેલડીઓ હોય, (તોય) વર મારો વિજાણંદો. [13] [ધોબીનાં ધોયેલ લૂગડાં પહેરનાર મને રૂપવંત કોઈ પુરુષ હોય તો તે પણ એ મારે ન જોઈએ; અને વિજાણંદ ભલે મેલોઘેલો હોય તો પણ એ જ મારો વર છે.] છાળાનાં ચાટેલ, ખોરાં ઘી ખવાય નૈ, મેયુંનાં મળેલ વાલાં ઘી વિજાણંદનાં. સોરઠી ગીતકથાઓ [14]

451

૪૫૧
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૫૧