લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[હ લોકો ! બકરાનાં ચાટેલાં બગડેલ ઘી મારાથી નહીં ખવાય. મને તો ભેંસોનાં મહી. મંથન કરીને ઉતારેલાં વિજાણંદના ઘી વહાલાં છે. વ્યંગ્યાર્થ એ છે કે અન્ય ચારણોનો મલિન સ્નેહ મારે નથી જોઈતો, મને તો વિજાણંદનો વિશુદ્ધ પ્રેમ વહાલો છે.) શેણી ચાલી નીકળે છે, રસ્તામાં શોધ્યા કરે છે: મારગ-કાંઠે મઢી કરું, લઉં જોગણના વેશ; ગોતું દેશ-વિદેશ, (કોઈ) વાવડ દ્યો વિજાણંદના ! ' [15] [આ રસ્તાને કાંઠે હું મઢુલી બનાવીને જોગણવેશે વાસ કરીશ અને દેશવિદેશે હું વિજાણંદની શોધ કરાવીશ. હે વટેમાર્ગુઓ ! મને તમે વિજાણંદનો પત્તો આપો.] પોતે ચાલતી ચાલતી ભાલ નામના ગુજરાત-સૌરાષ્ટ્ર વચ્ચેના નિર્જળા પ્રદેશમાં આવીને પુકારે છેઃ (કોઈ) અંતરવાળો જુવાન, ભાલમાં ભૂલો પડ્યો. સગડે પાડું સાદ, વાવડ ઘો વિજાણંદના ! [16] જિંત૨ (બીન) બજાવનારો જુવાન વિજાણંદ કદાચ આંહીં ભાલમાં ક્યાંક ભૂલો પડ્યો હશે. હું એને પગલે પગલે પુકાર કરું છું કે ઓ લોકો ! મને કોઈ વિજાણંદના સમાચાર આપો.] લાલ સુરંગી ધોતિયે, કેસ૨ ભીને વાન, હાલ્યો જાતો હાટડે, જંતરવાળો જુવાન. [17] [લોકો શેણીને જવાબ આપે છે કે ‘ા, લાલ રંગની કોરના ધોતિયા (ફેંટા) વાળો અને શરીરે જરા શ્યામવર્ણો એક બીનધારી જુવાન હમણાં જ બજારમાં ચાલ્યો જતો હતો'.] શેણી એ સાંભળીને ઘેલી બની દોડવા લાગે છે. તરત પાછી અટકી જાય છે. માથા ૫૨ ઓઢેલ કામળીને લાકડી પર ચડાવી ઊંચી ફરફરાવે છે, બોલે છે: ચાલું તો ચૂંકું નીકળે, ધોડસે લાજી મરું; વિજાણંદ વાવડ ઊતર્યો, ઊભી પોત્યું? કરું. [18] [હું ધીરી ધીરી ચાલું છું તો પગમાં જાણે ખીલીઓ ભોંકાતી હોય એવું લાગે છે; (કેમ કે મારે ને વિજાણંદને એટલું છેટું પડે છે એ મારાથી સહેવાતું નથી.) અને એ જલદી આંબી જવા માટે દોડું છું, તો મને લોકોની લજ્જા આવે છે. મારો વિજાણંદ તો છેક વાગડ પ્રદેશમાં ઊતરી ગયો છે. એટલે હવે હું ઊભી ઊભી મારી ઓઢણીને લાકડી પર ચડાવી વાવટા રૂપે ભાલ પ્રદેશમાં ઉનાળામાં એટલી બધી ધૂળ ઊડે છે કે દિવસના ભાગમાં પ્રવાસી ચાલી શકતો નથી. ચોમાસામાં પણ એ આખો મુલક જળમગ્ન બની મુસાફરોને ગૂંચવાડે ચડાવે છે. એ પરથી જ ‘ભાલમાં ભૂલો પડ્યો' કહેવાયું જણાય છે. 2 પોત્ય કરવી લાકડી ઉપર લૂગડું લટકાવી વાવટારૂપે ઇશારત કરવી. 452

લોકગીત સંચય

૪૫૨
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૫૨