પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નિશાની કરું છું. કદાચ આસપાસ ક્યાંયે વિજાણંદ હોય તો મારી કામળી ઓળખીને એ નિશાની ૫૨ ચાલ્યો આવે.] 4. હિમાલયમાં પહોંચીને બરફમાં શેણી ગાત્રો ગાળવા બેસી જાય છે [19] હાડ હેમાળે નવ ગળ્યાં, સોહામણ શેણીનાં, (તેથી) કાસા કેરે પૂતળે પરણવાં પડ્યાં. [સોહામણી શેણીનાં હાડકાં હિમાલયના હિમમાં ન ગળ્યાં. કેમ કે ગળવા આવનારે સજોડે બેસવું જોઈએ એવો ધર્માંદેશ હતો.) પછી શેણીએ ઘાસનું એક પૂતળું બનાવી, તેમાં પોતાના મનમાન્યા સ્વામી વિજાણંદનો સંકલ્પ મૂકી, એની સાથે લગ્ન-વિધિ કરવી પડી.] તે પછી તરત શેણીનાં ગાત્રો ગળવા લાગે છે. વિજાણંદ પુકાર કરતો પહોંચે છે. આવીને એ બરફ્ની ગુફાને કિનારે ઊભો રહે છે. શેણીને બહાર નીકળવા વિનવે છે. શેણી ઉત્તર આપે છે: હાડાં હેમાળે ગળિયાં જે ગૂડા' લગે; વિજાણંદ ! વળે, ઘણમૂલા જાને ઘરે ! [20] [હે મહામૂલા વિજાણંદ ! તું હવે પાછો વળીને ઘેર ચાલ્યો જા. કેમ કે મારાં ઘડકાં તો હિમાલયમાં છેક પગનાં ઘૂંટણ સુધી ગળી ગયાં છે. હું અપંગ બની ગઈ છું. હવે આવીને હું શું કરું ?] નીચે ઊભેલો વિજાણંદ કહે છે: વળ વળ વેદાની ! (તું) પાંગળી હોય તોય પાળશું, કાંધે કાવડ કરી (તને) જાત્રા બધી જુવારશું. [21] [હે વેદા ચારણની પુત્રી) ! તું પાછી આવ ! પાછી આવ ! તું અપંગ હશે, તો પણ હું તને પોષીશ, એટલું જ નહિ પણ તને કાવડમાં બેસારી, એ કાવડ મારે ખભે ઉપાડી હું તને હિન્દનાં અડસઠે તીર્થ-સ્થળોની યાત્રા કરાવીશ.] 1 એ નામનું લીલું ઘાસ. 1 પાઠાન્તર: હેમાળે શેણીનાં ઘડ, ગળિયાં નો ગાળ્યે, (પછી) કાસના પૂતળ કર્યો, પરાણે ૫૨ણી ઊતર્યાં. , ગૂડાઃ ઘૂંટણ.

  • લગે: લગી, સુધી.

5 ઘણા મૂલ્યના

  • વેદની પુત્રી) ડીંગળી ભાષાપ્રયોગ.

સોરઠી ગીતકથાઓ

453

૪૫૩
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૫૩