પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વળું તો રહું વાંઝણી, મુવાં ન પામું' આગ, આલુકો અવતાર વણસાડ્યો વિજાણંદા ! [22] હે વિજાણંદ ! હવે જો હું પાછી વળું તો મારે અપુત્ર રહેવું પડે, એટલે મરતી વેળા મારા શબને અગ્નિસંસ્કાર કરનાર દીકરો ન હોય, તેથી આવતો જન્મ પણ બગડે. એ કરતાં આ એક જ અવતાર મેં બગાડ્યો એટલું બસ છે.] ગળીયું અરધું ગાત્ર, અરધામાં અરધું રિયું, હવે મસળતા હાથ, વિજાણંદ પાછા વળો ! [23] [હે વિજાણંદ ! મારું અરધું અંગ ગળી ગયું. એમાંથી પણ અરધું જ રહ્યું. માટે હવે તો હાથ ઘસતા, પસ્તાતા તમે પાછા વળો, શેણી હવે નહીં મળે.] વિજાણંદ, જંતર વગાડ ! હેમાળો હલકું દિવે; મોહ્યા માછલમાર, માછલીયું ટોળે મળે. [24] [ઊંડી ઊંડી હિમ-કંદરામાંથી શેણી ઉત્તર આપે છે: વિજાણંદ, હવે તો તારું બીન બજાવી લે. (છેલ્લી વાર હું સાંભળતી સાંભળતી સંતોષથી મરું.) વિજાણંદ બીન બજાવવા લાગ્યો. હિમાલય પહાડ પડઘા દે છે. દૂર દૂરનાં સરોવરમાં જાળ નાખતા મચ્છીમારો પણ સંગીતમુગ્ધ બનીને થંભી જાય છે. માછલીઓ પણ સંગીત સાંભળવા માટે પાણીની સપાટી પર ટોળે ટોળે વળે છે.] 454 જંતર ભાંગ્યું, જડ પડી, ત્રુટ્યો મોભી ત્રાગ, વેદાની શેણી હલ ગઈ, જંત્રી ન કાઢે રાગ ! [25] [ઓચિંતું વિજાણંદના હાથમાંથી બીન પડી જઈને ભાંગી ગયું. એમાં ચિરાડ પડી. વચલો મુખ્ય તાર તૂટી ગયો. બીનકાર (જંત્રી)નો રાગ પણ નીકળતો અટકી ગયો; ને ત્યાં ઊંડાણમાં વેદા ચારણની પુત્રી શૈણી પણ સદાને માટે ચાલી ગઈ.] ભૂખે ખાધાં ભાત, પેટ ભરી પામર જી, શેણી જેવો સાથ, વિજાણંદ મેલી વળ્યો. [26] પિછી તો વિજાણંદે જગતમાં પામરની જેમ પેટ ભર્યા કર્યું. ભૂખથી પીડાઈને અન્ન ખાધું. ખાવાપીવાનો ૨સ તો રહ્યો નહોતો). અરેરે ! શેણી સરખા સંગાથને વિદાય દઈને વિજાણંદ પાછો વળ્યો ! ' હિન્દુ સમાજમાં મૃત્યુ વેળા શબને આગ મૂકનાર પુત્ર ન હોય તો તે મૃત માનવી અવગતિએ ગયો મનાય છે ! 2 એ બરફ્ળર્યા પ્રદેશમાં સરોવર શી રીતે હોય? માછલીઓ કેમ જીવે ? મચ્છીમારો ક્યાંથી? એ પ્રશ્ન ઊઠે છે. કદાચ કવિની ક્લ્પના જ હશે. 3 પાઠાન્તર: શેણી જેવો સાથ, વળાવી વિજાણંદ વળ્યો; ભૂખ્યાં ખાવા ભાત, પાંજર પેટ ભરી.

લોકગીત સંચય

૪૫૪
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૫૪