પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બહુ બોલે ને બહુ બકે, વલ વલ કાઢે વેણ, કરડજો એને કાળોતરો, (ભર) હોય આપણાં શેણ ! [6] [કોઈ બહુ બોલનારી, બહુ બકનારી, લવારી કરનારી, ભલે એ પોતાની સજની હોય, તોયે એને કાળો નાગ કરડજો !] થોડું બોલે ને થરહરે, મરકીને કાઢે વેણ, [7] (એને) કે'દિ' કાંટો મ વાગજો, ભ૨) હોય પારકાં શેણ ! [ઓછાબોલી, આંચકો ખાનારી અને મોઢું મલકાવીને જ શબ્દો ઉચ્ચારનારી સ્ત્રી ભલેને અન્ય કોઈની ઘરનારી હોય, તોયે એને કાંટો પણ ન વાગજો, એવી હું દુવા દઉં છું.J કાળમુખાં ને રીસાળવાં, નીચાં ઢાળે નેણ, (એને) કાળી નાગણ ક૨ડજો, (ભ૨) હોય આપણાં શેણ ! [8] [ગુસ્સાથી કાળું મોં કરનારી, રીસાળ, નીચી નજર ઢાળનારી, એવી સ્ત્રી ભલે આપણી પોતાની સજની હોય, તો પણ એને કાળી નાગણીના દંશ થજો !] હસમુખાં ને હેતાળવાં, અમૃત વરસે નેણ, (એને) કાંટો કે'દિ' મ વાગજો, ભ૨) હોય પારકાં શેા. [9] [જે સ્ત્રી હસમુખી, હેતાળ, નેત્રોમાંથી અમૃત વરસાવતી હોય, તે ભલે અન્યની સ્ત્રી હોય, તો પણ એને કાંટો સુધ્ધાં ન વાગો ! રાણા ! રાતે ફૂડે ખાખર નીંઘલિયાં, સાજણ ઘેરે સામટે આણાત ઉઘલિયાં. [10] [જંગલમાં ફાગણ મહિને ખાખરાનાં ઝાડ રાતાંચોળ કેશુડાંના ફૂલે કોળ્યાં હોય, તેવી શોભીતી રાતી ચૂંદડીઓ ઓઢીને ચાલતી જાનડીઓનાં વૃંદ વચ્ચે વીંટળાઈને ચાભાડી કુંવર આણં વળી સાસરે ચાલી જાય છે.] 2. રાણાનું પરિભ્રમણ મેલ્યું વાંગર ને માઢીયું, મેલી મહુવાની બજાર, ડગલાં દિ’ ને રાત (મારે) ભરવાં પડે ભેરાઈનાં. [11] મેં તો સદાને માટે મારા ગામ વાંગર ને માઢીયું ત્યજી દીધાં. મહુવાની બજારે હટાણું કરવાનું ધુંવાસ ડુંગરથી છેટું થઈ પડ્યું. હવે તો મારે દિવસરાત ભેરાઈ ગામના આંટ ખાવા પડે છે.]

લોકગીત સંચય

૪૫૮
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૫૮