પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રાણો કે' રહીયું નહિ તનડું ટેક ધરી, કપરા જોગ કરી હાલીતલ હળવું પડ્યું. (12) [રાણો કહે છે કે મારું શરીર કુંવરને વિસરવાનો નિશ્ચય કરીને પાછળથી ન રહી શક્યું અને આવા વસમા સંજોગો ઊભા કરીને ચાલી નીકળનાર એ શરીર પોતાની જાતે જ હલકું પડ્યું.] જીવ ઢંઢોળે ઝૂંપડાં, જૂને નેખમ જાય, ખોરડ ખાવા ધાય, (તોય) મન વાર્યું કરે નહિ. [13] મારો પ્રાણ કુંવરનાં જૂનાં રહેઠાણોમાં જઈ જઈને સૂનાં ઝૂંપડાં તપાસી રહ્યો છે, પરંતુ એ બધાં ખાલી ખોરડાં તો મને ખાવા ધાય છે, છતાં હૃદય એ કુંવરના નિવાસોમાં ભટકતું રોકાતું નથી.] કાગા જમત હૈ આંગણે, ખનખન પથારા, સાણા ! સાજણ ક્યાં ગયાં, મેલીને ઉતારા? [14] [એ છિન્નભિન્ન થઈ ગયેલાં ઝૂંપડાંને આંગણે કાગડા ચણી રહ્યાં છે. ઉતારાઓ અસ્તવ્યસ્ત પડ્યાં છે. રાણો સાણા ડુંગરને પૂછે છે કે હે ભાઈ, આ ઉતારા છોડીને મારાં સ્વજનો ક્યાં ચાલ્યાં ગયાં ?'] ચોસર જેનો ચોટલો, નાક ભાતીલાં નેણે, રાણો પૂછે રાવલને, કોઈ દીઠાં મુંજાં સેણ ! [15] [હે રાવલ નદી ! જેનો ચાર સેર્યે ગૂંથેલો ચોટલો છે, અને જેનાં નાક, કાન તથા નેણ ઘાટીલાં છે, એવી મારી સજનીને તેં ક્યાંય જોઈ ?] ૩. કુંવરની મનોદશા સાણે વીજું સાટકે, નાંદે અમારા નેસ, કુંવર બચ્ચું કુંજનું, બેઠી બાળે વેશ. [16] [સાણા ડુંગર ઉપર વીજળી ચમકારા કરે છે અને અમારાં નેસડાં હવે તો નાંદીવેલા ઉપર છે. કુંજડીના બચ્ચા જેવી કુંવર બાળુડે વેશે નાંદીવેલે બેઠી છે.] આભે ધારાળા કાઢિયા, વાદળ ચમકી વીજ, રૂધને રાણો સાંભર્યો, આવી આષાઢી બીજ. ’ ‘બાળે વેશ’ ‘બાળુડે વેશ' એ પ્રયોગ રૂપાળી સ્ત્રીની પ્રશસ્તિ માટે થાય છે. સોરઠી ગીતકથાઓ [17]

459

૪૫૯
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૫૯