પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[આસમાનમાંથી મેઘની ધારાઓ નીકળી. વાદળમાં વીજળી ઝબૂકી. કુંવરના હૃદયને રાણો સાંભર્યો કેમ કે આષાઢ મહિનાની બીજ આવી. કોટે મો૨ કર્ણકિયા, વાદળ ઝબૂકી વીજ, રુદાને રાણો સાંભર્યો, આવી આષાઢી બીજ. [18] [ગામડાંના ગઢ કોટ ઉ૫૨ અને ડુંગરાની ટોચ ઉપર મોરલા ટહુક્યા. આપાઢી બીજ આભમાં દેખાણી. હૃદયને રાણો યાદ આવ્યો.] રામરામીયું રાણા ! (ભને) પરદેશની પોગે નહિ; છેટાની સેલાણા ! વસમી વાંગરના ધણી ! [19] [હે વાંગર ગામના વાસી રાણા ! વટેમાર્ગુઓ સાથે મોકલેલા તારા રામરામ મને આઘેથી પહોંચતા નથી. છેટાની વાટો બહુ વસમી છે. આપણે ઘણાં દૂર પડ્યાં છીએ.] રાખડીયું રાણા ! બળેવની બાંધી રહી, છોડને સેલાણા ! કાંડેથી કુંવર તણે. [20] [ઓ રાણા ! ગઈ બળેવે તેં આવીને સીમમાં પીપળાને છાંયે મારે કાંડે રાખડી બાંધી હતી, તે એમની એમ રહી છે. હવે તો તું આવીને તારી રાખડી છોડી જા.] છાનું છાનું વિજોગે ઝૂરતી કુંવરનું શરીર શોષાવા લાગ્યું. ત્યારે એના પરણેલા પતિને વહેમ આવ્યો કે કુંવરના પેટમાં સારણગાંઠનો રોગ હશે. તેથી એ કુંવરના પેટ પર ડામ દેવા લાગ્યો. મુખેથી ચુપચાપ રહી સહી લેતી કુંવર મનમાં મનમાં શું કહે છે: 460 સારણગાંઠ્યું સગા ! કાળજની કળાય નૈ, (એનાં) ઓસડ અલબેલા રાણાની આગળ રીયાં. [21] [હૈ નાદાન સગા, એ સારણગાંઠો તો કાળજાની અંદર ઊપડી છે. તને એ નહીં દેખાય; અને એની દવા પણ બીજા કોઈની પાસે નથી. એ ઓસડ તો રાણાની પાસે જ રહ્યું.] 4. સાણા ડુંગરમાં રાણાની અંતર-વેદના સાથે મન સૂતું નહિ, ધુંવાસને ધડે, આવ્યું આંટો લે, રોતું મને રાણો ભણે. [22] રાણો બોલ્યા કરે છે કે મારું મન સાણામાં શાંતિથી સૂઈ ન શક્યું. કદાચ કુંવર વાસના ' શ્રાવણી પૂનમને બળેવ કહેવાય છે. તે દિવસે બહેનો ભાઈઓને કાંડે રક્ષાબંધન (રક્ષણની આશિષોવાળો દોરો) બાંધે છે. આંહીં રાણાએ કુંવરને રાખડી બાંધ્યાનું શી રીતે કહેવાયું છે તે સમજાતું નથી.

લોકગીત સંચય

૪૬૦
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૬૦