પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ધડા નામના નજીકના ડુંગ૨ ૫૨ હશે એમ સમજી હું ત્યાં ગયો. ત્યાંથી આંટો મારીને મારું રડતું મન પાછું આવીને પડ્યું છે.'] કુંવર ઉછળે ભળ ઉછળે, (તું) શીદ ઉછળ, સાણા ! કાલ્ય કુંવર મનાવશું; (તું) પડવો રે'ને પાણા ! કુંવર નેસ લઈને હાલી નીકળી ત્યારે એને સાણો ઊછળતો લાગે છે. [હે સાણા ડુંગર ! હે પથ્થર ! કુંવર મારા રીસાઈને આમતેમ કૂદકા મારતી નાસે છે, એને તો કાલે જ મનાવી લેશું, પણ એમાં તું શીદ ઉછાળા મારે છે ] એક કાગડાને જોઈ પોતે પૂછે છેઃ ક્યાંથી આવ્યો કાગ, વનરાવન વીંધે કરે ! કહેને કેડાક પાર, કિયે આરે કુંવર ઊતરી? [24] [ઓ કાગડા ! તું આ વન વીંધીને ક્યાંથી આવે છે ? તેં કુંવરને ક્યાંય દીઠી ? કઈ નદીને આરે જઈને કુંવર ઊતરી છે ? પાતળ પેટાં, પીળરંગા, પસવને પારે, કુંવર કૂંપો કાચનો, ઊતર્યાં, કયે આરે ! ' [25] પાતળા પેટવાળી છે. રંગ ચંપકવરણો-પીળો છે. ‘પસવ’ (હરણની જાતના પ્રાણી) જેવી સુંવાળી તો એની કાયા છે. કુંવર કાચના સીસા સરખી નાજુક છે, એવી કુંવર કયે કાંઠે ઊતરી છે, હે ભાઈ કાગા !] અને હે ભાઈ, કુંવરને એટલો સંદેશો દેજે કેઃ [23] ગર લાગી ગૂડા ગળ્યા, પેટે વધ્યો પીયો, કાગા, ભણજો કુંવ૨ને, રાણો સાણે રીયો. [26] [રાણાને તો ગિરનું પાણી લાગ્યું છે. એના હાથ-પગ ગળી ગયા છે, એનું પેટ વધી ગયું છે, અને હવે તો રાણો સદાનો સાથે ડુંગરે જ રહી જશે, હવે મેળાપ નહીં થઈ શકે.] આખી રાત ઉજાગરો કરતો કરતો રાણો વિચારે છે : રાણા જોને રાત, પૃથમીને પોરો થિયો, ન સુવે નીંદ૨માંય, હૈયું કાંકણહા૨નું. [27] [હે રાણા ! રાત્રિ તો પૃથ્વી આખીને વિશ્રામ લેવાનો સમય છે. તમામ જીવજંતુ પાઠાન્તર: પાતાળપેટાં, પીળરંગાં, પંડ પશુને પારે, રાવલ રેખાળાં પળીવી, ઊતર્યાં તમ આરે. 2 પીયોઃ જળોદરનો રોગ. સોરઠી ગીતકથાઓ (રેખાળાં = ગળે અને પેટે જેને ચામડીની રેખ પડે.]

461

૪૬૧
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૬૧