પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ને માનવી પોઢી જાય છે; નથી સૂતું એક કંકણહાર નામનું પક્ષી. એને એકને જંપ નથી. એની માફક આ મારા હૃદયને પણ ઉજાગરા કરવા સરજાયા છે.) આછ૨ પાણી આંબડે, ચળવા કંકોળેલ કાસ, મેયુંને નો મેલાવીયેં ડોળેસરનો વાસ. [28] [આંબડા કૂવામાં આછાં તેલ જેવાં પાણી અને ચરવા માટે મીઠું ઘાસ એવો ડોળિયા ગામનો વસવાટ મારી ભેંસોને મેં શીદ છોડાવ્યો 462 5. કુંવરનું ગુપ્ત આગમન, છેલ્લું મિલન અને મૃત્યુ : (તારી) દેહડી ઉપર ડામ, ચાભાડી, કેણે ચોડિયા ? કિયા વેરીનાં કામ, કાયા બગાડી કુંવરની ! [29] [તારા દેહ ઉ૫૨, ઓ ચભાડ આહીરની દીકરી, આ ડામ કોણે દીધા ? એવો કયો વેરી વૈદ્ય મળ્યો કે જેણે તારી કાયા બગાડી દીધી ? કુંવર કહે છે ઃ રાણા ! આજૂની રાત, ભીંસી બથ ભરીએ નહિ, હૈડાં કેરાં હાડ, કુંવરનાં કચડાઈ ગિયાંય [30] [હે રાણા ! આજની રાત્રિ જોર કરીને બથ ન ભરીએ તો ઠીક. પરંતુ બંનેએ ગાઢ આલિંગન ભર્યું. તેની ભીંસથી કુંવરનાં હાડકાં કચડાઈ ગયાં !] ' પાઠાન્તરઃ રાણા, આજૂની રાત, વાતુંનો વશરામ છે. પાઠાન્તરઃ પરોડિયે પરિયાણ, ભાગ્ય હશે તો ભરશું.

લોકગીત સંચય

૪૬૨
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૬૨