પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

5 કમો – વીકોઈ - આહીર જાતિનું' આ જોડલું ક્યાંનું રહેવાસી હતું તે દોહામાંથી નીકળતું નથી. કથા માત્ર આટલી જ પ્રચલિત છે : કમો બહારગામ ગયેલો પાછળથી એનો ૫૨ગામવાસી મિત્ર કાળો ઝાલ મહેમાન બનીને આવ્યો. કમાની વાટ જોઈ એક-બે દિવસ રોકાયો. પછી ચાલ્યો ગયો. કમો ઘેર આવે છે. વીકોઈ એને મિત્ર આવી ગયાના સમાચાર આપે છે. નિર્દોષ ભાવે એ સ્ત્રી પતિની પાસે પતિના મિત્રનાં વખાણ કરે છે. રાત પડી. દંપતી સૂતાં. ઓચિંતો કમો જાગી ગયો. એને અંદેશો પડ્યો કે સૂતેલી સ્ત્રી નીંદરમાં પણ વાહ કાળો ઝાલ ! વાહ કાળો ઝાલ !' એવું ઝંખી રહી છે. સ્ત્રીના શિયળ પર પોતે વહેમાયો. ગાડી. કહ્યું કે, ‘ચાલી જા, કાળા ઝાલ પાસે. તું તો એને જ ઝંખી રહી છે.’ વીકોઈનું અંતઃકરણ પવિત્ર હતું. એણે શુદ્ધ ભાવે કાળા ઝાલને વખાણેલો. કાળો તો એને મન ભાઈ સમાન હતો. ધણીના મનનો મેલ ધોવા એણે ઘણા કાલાવાલા કર્યા – ઘણું રડી. પણ કમાનો સંશય ટળ્યો જ નહીં. એણે વીકોઈને જોરાવરીથી ઘર બહાર કાઢી રઝળતી મૂકી દીધી. વીકોઈ કાળા ઝાલને ઘેર ગઈ. પોતાનાં વીતકો વર્ણવ્યાં. કાળાએ એને ધર્મની બહેન ગણી આશરો આપ્યો. કાળાને આશા હતી કે કમો પસ્તાઈને કોઈક દિવસ તેડવા આવશે. આખરે એક દિવસે કમાને હૈયે પશ્ચાત્તાપ ઊપડ્યો. વીકોઈનું નિર્દોષ સ્વરૂપ એની નજર સામે ખડું થયું. પોતે બેહલ થઈ ગયો. તલખતો, સળગતો, શરમિંદો, અહંકાર મૂકીને વીકોઈ પાસે માફી માગવા નીકળ્યો. કાળો ઝાલર્ન ગામડે ગયો. સંધ્યાસમે વીકોઈ નદીમાં છેલ્લું લૂગડું ધોતી હતી તેની પીઠ દીઠી. વીકોઈ ગામ ભણી ચાલી નીકળી, પણ કમાએ નદીકાંઠે જઈ, જે છીપર ૫૨ વીકોઈએ ન્હાયું–ધોયું તે છીપર પર પ્રેમ ઠાલવ્યો. પછી કમો લપતો-છપતો કાળા ઝાલ પાસે આવી પગમાં પડ્યો. કમભાગ્યે કાળા ઝાલને એક વિનોદ સૂઝ્યોઃ કો ને વીકોઈ એકબીજાને અદ્ભુત હર્ષથી ભેટે, એવી સ્થિતિ કરવા માટે કાળા ઝાલે જઈ વીકોઈને કહ્યું કે વીકીબહેન ! કમો તો ગુજરી ગયો'. ભાઈને તો વીકોઈના જીવતરમાં પૂરેપૂરું અંધારું કરીને સૂરજ પ્રગટાવવો હતો, · કમો અને કાળો બંને રબારી હોવાનું પણ કહેવાય છે. સોરઠી ગીતકથાઓ

463

૪૬૩
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૬૩