પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વીકોઈ વિનવે છે: હે કમા, તું મને કાઢી ન મૂક. કાઢી મૂકવાથી હું ‘કાઢેલું' ગણાઈશ. એ કરતાં તું મને તારી દાસી થઈને આંહીં રહેવા દે. મારું પેટ એક પાલી જેટલું અનાજ માગે છે, પણ તું અરધી પાલી આપીશ તો તેટલેથી હું પેટગુજારો કરીશ.] સગા ! લેને સાચ, કડામાં તેલ ઊનાં કરી, પંચમાં હશે જો પાપ, ઝાળું અંગડે લાગશે. [6] [હ સ્વજન ! તું કડાઈમાં તેલ ગરમ કરીને મારું સત્ય લઈ જો ! એ ઊના તેલમાં હું બેસું. જો મારા દેહમાં પાપ હશે, તો અંગે જ્વાળાઓ લાગશે, નહીં તો મને એ તેલનો શીતળ સ્પર્શ થશે.] પાલરને પણગે નવખંડ નીલો થાય, વીકોઈની વિનતિએ કમા મન કોળ્યું નહિ. [7] [વરસાદનાં થોડાં છાંટા વરસે તો તેથી નય ખંડ પૃથ્વી લીલી થઈ જાય – આખી પૃથ્વી ૫૨ વનસ્પતિ ઊગી જાય; પરંતુ કમાનું મન તો એ પૃથ્વીથીયે કઠોર, એટલે વીકોઈની આટલી બધી આજીજી વરસવા છતાંયે લગારે લીલું ન થયું.] સગતળિયું સગા ! (કે'તો) ઈડરગઢથી આણીએં, (એથી) કૂણેરિયું કામા ! (કે'તો) કાળજથી કઢાવીએ. [8] [હે સગા ! તું કહે તો હું તારા પગના જોડાની સગતલીઓ છેક ઈંડરગઢથી મંગાવી લઉં, ને એથી પણ વધુ સુકોમળ જોઈતી હોય તો મારા કલેજામાંથી ચામડી કાઢીને તારા પગની સગતળીઓ બનાવી આપું.. 2. પસ્તાયેલા કમાનો વીકોઈની પાછળ રઝળપાટ વીકોઈ વહે ઉતાવળી, નદીએ બોળાં નીર; ચાળો લગાડવો છાપરે, વીકોઈ ધોઈ ગઈ ચીર. [9] [કમો મિત્રને ગામ નદીકિનારે આવ્યો. જોયું તો વીકોઈ દોટાદોટ ગામ તરફ ચાલી જતી હતી. નદીમાં ભરપૂર નીર વહેતાં હતાં. જે છીપર ઉપર વીકોઈ કપડાં ધોઈ ગઈ. તે છીપર ઉપર જઈને કમો ઊભો રહ્યો. એનું દિલ છીપર શિલા) પર લાગી ગયું. કેમ કે વીકોઈએ એના ઉપર લૂગડાં ધોયેલાં.] નહીં સાબુનો સંઘરો' ! નહીં ની૨ તમારે નેસ, કમા ! મેલે લૂગડે વળી નીકળ્યો વદેશ 8! 1 પાઠાન્તર : નહીં સાબુનો સંઘો, નહીં નદિયુંમાં નીર, કમો મેલે લૂગડે, જાણું ભમતો ફકીર. સોરઠી ગીતકથાઓ [10]

465

૪૬૫
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૬૫