પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાદરની પનિયારીઓ કૂવાકાંઠે ઊભી ઊભી મશ્કરી કરવા લાગી કે શું તારે ઘેર સાબુ નથી ને ગામડે પાણી નથી ? એટલે જ, ઓ કમા, તું ગંદે કપડે વિદેશ ચાલી નીકળ્યો જણાય [11] [કમો જવાબ આપે છે: સાબુ તો મારે ઘેર ઘણો છે, મારે ગામડે પાણી પણ બહોળું છે. પરંતુ મારાં કપડાં ઊજળાં કરીને કોને બતાવું ? મારી વીકોઈ તો વિદેશ ચાલી ગઈ છે. એના વિના મને સારાં વસ્ત્રો કેમ ગમે ?] સાબુનો સંઘરો ઘણો, નીર ઘણાં એમ નેસ, ઊજળાં કેને દેખાડીએ' ભારી) વીકોઈ ગઈ વદેશ. ' [12] [હે વીકોઈ ! હવે તું ઉર્મિઓ છૂટી મૂકીને રોઈ લે, કેમ કે હવે કમા જેવો સગો તને કોઈ નહીં સાંપડે.] વીકોઈ વગે રોય મોકળિયું મેલે કરે, કમા જેહડો કોય (હવે) સગો સાંપડશે નહિ. 466 પાઠાન્તરઃ ઓઢી પેરી કેને દેખાડી.

લોકગીત સંચય

૪૬૬
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૬૬