પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

6 રતન ગયું રોળ સોરઠના ગિરકાંઠાનાં વાસી કોઈ ચારણ-ચારણી મુલકમાં દુષ્કાળ પડવાથી પોતાની ભેંસો હાંકી ૫૨મુલક ગયેલાં. ચોમાસું બેસતે, દેશમાં સારો વરસાદ યાના સમાચાર સાંભળી બંને જણાં હર્ષાતુર હૃદયે ભેંસો હાંકીને મુલકમાં ઊતર્યાં. વચ્ચે કોઈ એક પોરસા વાળા નામે રજપૂતનું ગામડું આવ્યું. પોરસા વાળાનો આશરો મળે તો એ જ ગામમાં રહેઠાણ કરવાની બંનેની ઇચ્છા હોવાથી ચારણ પોતાની સ્ત્રીને ભેંસો સાથે નદીમાં ઊભી રહેવાનું કહી ગામમાં ગયો. ત્યાં રોકાણ થઈ ગયું. પાછળથી નદીમાં પૂર આવ્યું. ચારણી અને પશુ તણાઈ ગયાં. એ દીવાની અવસ્થામાં એણે સ્ત્રીના વિયોગની વેદના દોહા વાટે ગાયા કરી. કહેવાય છે કે એની માનસિક ઘેલછા મટાડવા માટે પોરસાવાળાએ એ જ મૃત ચારણની જુવાન બહેન લાવી, એવા જ પોશાક પહેરાવી, વળતા વર્ષની એ ઋતુમાં, એવો જ સમય શોધી, નદી વચ્ચે ઊભી રાખી, ને પછી પૂર આવ્યું !' એવી એવી બૂમો પડાવી. ઘેલા ચારણને નદી તીરે લાવ્યા. નદી વચ્ચે ઊભેલી તે પોતાની જ ચારણી છે એવા નવા ભ્રમને લીધે ચારણની જૂની ઘેલછા છૂટી ગઈ. આ ઘટનાનાં સ્થળ, સમય કે સાચાં નામો જડતાં નથી. માત્ર પોરસો' દોધમાં મશહૂર થયો છે. જવ જેટલાં જાળાં, વાળા મું ધો વતન, તો આણીએ ઉંચાળા પાદર તમણે, પોરસા ! [1] [હે પોરસા વાળા ! મને જો જરાક જેટલાં જમીનનાં જાળાં કાઢી આપો તો હું આંહીં તમારે પાદર રહેઠાણ કરીને મારી ઘરવખરી લઈ આવું.] મેં આવી ઉતારો કર્યો જબ્બર વસીલો જોય, (પણ) કામણગારું કોય પાદર તારું, પોરસા ! [2] (હે પોરસા વાળા ! તારા સરખો મોટો આશ્રયદાતા જોઈને મેં ઉતારો કર્યો, પણ તારા ગામનું પાદર તો કામણ કરીને મારી સ્ત્રીને સંતાડી બેઠું છે. સોરઠી ગીતકથાઓ

467

૪૬૭
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૬૭