પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હૂંતું તે હારાવિયો, ખજીનો બેઠો ખોઈ, (એવું) કામણગારું કોઈ પાદર તારું, પોરસા ! [3] હે પોરસા વાળા ! તારું પાદર એવું તો કામણગારું, એવું જાદુ કરનારું, કે મુજ ગરીબની જે મૂડી હતી તે હું આંહીં ગુમાવી બેઠો. મારા જીવનનો ખજાનો ચોરાઈ ગયો. હૂતું કામળની કોર, છેડેથી છૂટી પીયું, રતન ગીયું રોળ, પાદર તારે, પોરસા ! [4] [હે પોરસા વાળા ! અણસમજુ ગામડિયો ગોપજન જેમ પોતાને મળેલા એકના એક રત્નને કામળીની કોરે ગાંઠ વાળીને બાંધી રાખે, પણ ઊનની કામળીની ગાંઠ સારી વળે નહીં, ઓચિંતી એ છેડે વાળેલી ગાંઠ છૂટી જાય, ને રત્ન રોળાઈ જાય; એ જ રીતે મેં અબુધે મારી રત્ન જેવી ચારણીને કાળજી કરીને સાચવી નહીં. નદીના પટમાં ઊભી રાખી ! મારી બેકાળજીથી હું એને આજ તારા પાદરમાં ગુમાવી બેઠો.] 468 સાથે લે સંગાથ (કોઈ) વછિયાત આવ્યાં વરતવા, (ત્યાં તો) રાખ્યાં રણમાં રાત, પાદર તારે, પોરસા ! [5] [અમે વિદેશી વટેમાર્ગુ જીવતરની સંગાથી સ્ત્રીને સાથે લઈ તારે આંગણ ગુજારો કરવા આવ્યાં. ત્યાં તો ઓ પોરસા વાળા ! તારા પાદરમાં જ અમને તો અંતરિયાળ રાત રાખી દીધાં. ઓચિંતા આવે, મધરાતે વાદળ ગળ્યાં, ભારું રતન ગૂં રેલે, પાદર તારે, પોરસા ! [6] [જીવનની અધરાત થઈ ગઈ તે ટાણે ઓચિંતા જાણે વાદળ વરસ્યાં, ને મારું રત્ન તણાઈ ગયું.. કાયા કંકુની લોળ (અમે) સાંચવતાં સોનાં , પડ્યાં રાંકને રોળ, પાદર તારે, પોરસા ! [7] [કંકુની પૂતળી સરખી એ પ્રિયતમાની કાયાને હું સોના સરખી મહામૂલી ગણીને જાળવતો હતો. ત્યાં તો હું ગરીબ આદમી તારા પાદરમાં આવીને લૂંટાઈ ગયો. મારું સાચવેલું ધન રોળાઈ ગયું.] બેઠેલ બઢ્ય કરે, સાંસલેલ સાંસા , (ત્યાં તો) ફડક્યું લે ફાળે, પાદર તારે, પોરસા ! [8] [હે પોરસા વાળા ! શિકારીની ત્રાસીને નાસેલ, શ્વાસભર્યું સસલું જેમ પોતાની નાની-શી બખોલ કરીને તેની અંદર શિકારીઓથી ગુપ્ત પડયું રહે, તેમ હું પણ મારી ચારણીરૂપી ગરીબ બખોલમાં છાનોમાનો વિસામો લેતો હતો. એમાં કાળરૂપી શિકારીની ફાળ પડી, મારું વિસામાનું

લોકગીત સંચય

૪૬૮
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૬૮