પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[હે પોરસા વાળા ! તરસ્યાં થઈને અમો સરોવર તીરે ગયાં, ત્યાં તો છલોછલ ભરેલું સરોવર અમારી આંખો સામે પલકવારમાં સુકાઈ ગયું. હવે પાણી પીધા વગર મારા અંતરની પ્યાસની જ્વાલા શી રીતે ઓલવાય?’ દેવું દિયાડે, સાંચવતાં સોનાં જીં, રોળાણી રાખોર્ડ, પાદર તારે, પોરસા ! [14] દિવસો દિવસ અમે જે પ્રિય દેહને સોનાની માફક સાચવતાં હતાં, તે આજ તારે પાદર રાખમાં રોળાઈ ગયો, ઓ પોરસા વાળા !] સુઘડ હેતાળી સુંદરી, સુખની છાકમછોળ, (હવે) ધોખા ને ધમરોળ, પાદર તારે, પોરસા ! [15] [એવી ચતુર અને સ્નેહાળ સુંદરીના સાથમાં મારે સુખની છોળો છલકતી, પણ હવે સ્ત્રી મરતાં તો હે પોરસાવાળા ! તારા પાદરમાં મારે જીવતરભરના ક્લેશ અને કષ્ટના ધમપછાડા જ રહ્યા.] 470 તરિયા ગઈ, તૃષણા રહી, હૈયું હાલકલોલ, રતન ગીયું રોળ પાદર તારે, પોરસા ! [16] [હવે તો હે પોરસા વાળા ! જીવતરમાંથી જન્મ-સંગાથી સ્ત્રી ચાલી ગઈ, મનમાં સંસાર સુખની વાંછના હતી તે અન્નપૂરી રહી ગઈ, અંતઃકરણ આ ભવસાગરમાંથી તૂટેલી નૌકા સરીખું ડામાડોળ સ્થિતિમાં પડી ગયું, કેમ કે તારા પાદરમાં મારું અમૂલ્ય રત્ન રોળાઈ ગયું. સૂતલ સંખ કરે, કણકણતું કુંજ જીં, માર્યું મધરાતે પાદર તારે, પોરસા ! [17] [હે પોરસાવાળા ! કુંજડ પક્ષીઓની રીત છે કે રાતે ક્યાંક આખું વૃંદ ઓથ શોધીને આરામ કરે અને ચાર કુંજડાં વારાફરતી ચોકી રાખે. સૂતાં સૂતાં કુંજડાં લ્હેરથી ઝીણું ઝીણું કણક્યા કરે. આવી લ્હેરથી મારું હૃદય-પક્ષી પણ પોઢ્યું હતું. ત્યાં તો બરાબર મધરાતની ભરનિદ્રામાં શિકારીએ એને તીર માર્યું.. વાછરડું વાળા ! ભાંભરતું ભળાય, (પણ) થર આતમ નો થાય, પરસ્યા વણનો, પોરસા ! [18] [હે પોરસાવાળા ! ગાય પોતાના વાછરડાને પોતાની સન્મુખ જ બાંધેલું જોતી હોય, છતાં પણ એને પોતાની જીભથી સ્પર્શ કર્યા વગર એ માતાનો જીવ ઠરતો નથી, તેમ મારા હૃદયને પણ મારી પ્રિયાના સ્મરણ માત્રથી જ શાંતિ નથી વળતી.] ઊડી મન આંબર ચડે ચકવાં જીં સદાય, (ત્યાં તો) કફરી રાત કળાય, પોહ ન ફાર્ટ, પોરસા ! [19]

લોકગીત સંચય

૪૭૦
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૭૦