પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લોપાવાનો, સતીત્વ જવાનો, ભ્રષ્ટ થવાનો એને ડર નથી. એ તો પહાડનાં સંતાન પહાડર્ન ખોળે ઊછરે, લગ્નની છૂટછાટ માણે, તે છતાં આ કથાઓનો મુખ્ય સૂર કર્યો છે ? પ્રેમની વફાઈનો પોતાના પ્રેમી સાથી ઉપર મરી ફીટવાનો, સ્વજનના પાળિયા પર લોહીનાં સિંદૂર ચડાવવાનો; અંતર જેને માથે એક વાર ઢળ્યું, તેના ઉપર ઓળઘોળ થઈ જવાનો. શાસ્ત્રભાખ્યું સતીત્વ નહીં, સ્વતંત્ર લાગણી. ‘ઘોળ્યાં જાવ રે ઘી !' એ પ્યાર ગાંડોતૂર હશે. પ્રથમ દૃષ્ટિની એ પ્રીતિ હશે. નેસડાંની રહેનારી આયર- કન્યા નાગમદે, સતિયાણા શહેરની બજારે પોતાના ઘરની તાવણનું ઘી વેચવા આવે. વાણિયાને હાટડે નેસવાસી સુંદરીઓનું આખું જૂથ બેઠું બેઠું પોતપોતાની તાવણના તાલ કરાવે. એકાએક વીર નાગવાળો ઘોડે ચડી બજારે નીકળે. સહુની સથે નાગમદેનાંયે બે નયણાં એ બહુ સાંભળેલા શૂરવીરને નિહાળવા લાગે વેપારી વાણિયો ટીખળ કરે કે ‘એ બાઈ, આમ ધ્યાન તો રાખ્ય, તારા ઘીની ધાર હેઠે ઢોળાય છે, તાંબડીમાં પડતી નથી !' ત્યારે એ પ્રથમ દૃષ્ટિની પ્રીતડી ગાંડીતૂર બનીને દુહામાં બોલી ઊઠી: ઘોળ્યાં જાવ રે ઘી, આજૂનાં ઉતારનાં; ધન્ય વારો ધન્ય દી, નરો વાળા નાગને ! ઘી ઢોળાય છે, રૂપ ઢોળાય છે, વિવેક ઢોળાય છે, પહાડ-પુત્રીનું છલકાતું અંતર પહેલી જ વાર ઊંધું વળીને ઢોળાય છે, ત્યારે આખી બજાર દેખે તેમ એની આંખો ફાટી રહે છે; અરે ઓ નાગ! મોઢડા આડેથી ઢાલ તો ખેસવી લે? બાધી જુવે બજાર, પ્રીતમ તમાણી પાઘને; અમણી કીં અભાગ! ધમળના, ઢાલું દિયો! અમારો સ્ત્રીઓનો ઘેરો બેઠેલો દેખીને તેં ઓ ધમળના પુત્ર! પાપમાંથી ઉગરવા સારુ મુખ આડે ઢાલનો પડદો કર્યો અરે, એવી તે શી અમારી કમનસીબી કે આખી બજાર તારી પાઘડી નીરખે અને અમે જ બાતલ રહ્યાં ! ખેસવી લે, ખેસવી લે. અને હું શી રીતે મારાં નેણાંને રોકું? નજરને રોકવાની બેડી ક્યાંથી લાવું? પાગે બેડી પેરીએ, હાથે ડહૂકલાં હોય, (પણ) નાગડા, નૈવળ નોય, આંખ્યું કેરે ઓડડે! અંગારભરી પ્રેમસૃષ્ટિ – પગને બેડી પહેરાવી શકાય, હાથનેય હાથકડી જડીને રોકી રખાય; પણ આંખોને ન ચડે બેડી કે ન બંધાય કડી. આવો પાગલ એ પહાડી પ્રેમ – પ્રથમ દૃષ્ટિનો પ્રેમ લગભગ તમામ વાતોમાં પડ્યો છે. જ્યાં જોઈએ ત્યાં બેશક વધુ પ્રમાણમાં તો શરીરની જ સુંદરતા ગવાઈ છે, પણ છતાં એ પ્રીતિ એક વાર જેને પોતાનું કહી સ્વીકારે છે. તેને ખાત૨ ડગલે ને પગલે બળવો ઉઠાવે છે. પરિણામની તો એને ગણતરી જ નથી. માબાપની સોરઠી ગીતકથાઓ -

397

લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ