પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સિંધ્યાકાળથી જ વિખૂટાં પડીને નદીના સામસામા કિનારા પરથી બેઠેલાં ચક્રવાક પક્ષીનાં નર-માદા જેમ રાતમાં વારંવાર ઊડી ઊડીને અંબર (આકાશ) પર ચડી જોયા કરે કે સૂરજ ઊગ્યો છે? હો ફાટી છે ? એ રીતે મારું હૃદય-ચકવું પણ વારે વારે નજર કરે છે કે આ વિયોગ રાત્રિનો અંત છે ખરો ! પણ મારે તો મિલનનું પ્રભાત પડતું જ નથી. (ચક્રવાક પક્ષી અને ચક્રવાકી આખો દિવસ સંગાથે રહે, પણ સંધ્યાકાળે કુદરતી રીતે જ એને વિખૂટં પડી આખી રાત જળાશયની સામસામી પાળે પરસ્પર ચીસો પાડતાં પાડતાં ગુજારવી પડે, એવી માન્યતા પ્રચલિત છે.)] અમારા ઊડે ગિયા અધ્ધર ઉચાળા, (હવે) વીસમશું વાળા, પેલા ભવમાં, પોરસા ! [20] [હે પોરસા વાળા ! મારા ઉચાળા (સરસામાન) અધ્ધરથી ઊડી ગયા. હવે તો આવતા જન્મમાં જ વિશ્રામ પામશું.] સોરઠી ગીતકથાઓ

471

૪૭૧
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૭૧