પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મીનળ જવાબ આપે છેઃ હા હા, રાણક ! તું અમને વેપારીડા વાણિયા કહે છે; અમારો વેપાર કેવી તરેહનો છે તે તો તું થોડા દિવસ પછી જાણીશ. રા' ખેંગારને મારીને તને અમે ઉપરકોટ પરથી ઉતારશું.) ઝાંપો ભાંગ્યો, ઝડ પડી, ભેળ્યો ગઢ ગિરનાર, દૂદો હમીર બે મારિયા, સોરઠના શણગાર. [13] (જૂનાગઢનો દરવાજો ભાંગી ગયો. એમાં ચિરાડ પડી. ગઢ ગિરનાર ઉપર શત્રુ-સેના ફરી વળી. દૂદો અને હમીર નામના બંને દ્વારપાળો, કે જે સોરઠરાજાના શણગારરૂપ યોદ્ધાઓ હતા, તેને મારી પાડ્યા.] 5. રાણકનો વિલાપ અને સિદ્ધરાજ સાથે બળાત્કારે પ્રવાસ રાણકદેવીની સમક્ષ ખેંગારનું શબ લાવવામાં આવે છે. તેને નિહાળીને રાણક આનંદ અને ગર્વથી ઉચ્ચારે છેઃ વાયે ફરકે મૂછડી, રયણ ઝબૂકે દંત, જુઓ પટોળાંવાળિયું !' લોબડિયાળીનો કંથ. [14] મારા સ્વામીની મૂછોના વાળ વાયરાની લહરમાં ફરફરી રહેલા છે, અને એનાં દાંત રત્ન જેવા ચળકે છે, કેમ જાણે હજુ એ જીવતો હોય ! અરે ઓ સિદ્ધરાજ જ્યતંગના નગર પાટણની ઝીણાં પટોળાં પહેરનારી સ્ત્રીઓ ! આ જાડી ઊનની કામળી ઓઢનાર સોરઠિયાણીના સ્વામીને જોઈ લ્યો ! અને સરખાવો કે બેમાંથી કોના ધણી સાચા વીર હોય છે !! પતિના શબ્દને સંબોધી. રાણક ઉન્માદમાં આવી જઈ કહે છે – કેમ જાણે પોઢેલા પતિને યુદ્ધે મોકલવા જગાડતી હોય !' 476 સ્વામી ! ઊઠો સેન સૈ, ખડગ ધરો ખેંગાર, છત્રપતિએ છાઇયો, ગઢ જૂનો ગિરનાર. [15] [હે સ્વામી ! સૈન્ય લઈને ઊઠો. હે ખેંગાર ! તરવાર ધારણ કરો. આપણા ગઢ ગિરનાર ૫૨ ગુજરાતના છત્રપતિ યસિંગે છાપો મારેલ છે.] સિદ્ધરાજ રાણકને જોરાવરીથી જૂનાગઢ છોડાવી ગુજરાત તરફ ઉપાડી જાય છે. ત્યારે પોતાની ભૂમિનાં પશુપક્ષી, ઝાડ-પાન, પહાડ વગેરે પ્રિય સંગાથીઓને સંબોધી રાણક મેણાં મારે છે. ખેંગારના ઘોડાને ઠપકો આપે છે. · પટોળાંવાળી: પાટણની સ્ત્રીઓ (પટોળાં' નામની સુંદર ઝીણી સાડી પહેરનાર). 2 લોબડિયાળીઃ લોબડી (ઊનની કામળી) પહેરનાર સૌરાષ્ટ્રણ. સૌરાષ્ટ્ર દેશમાં મોટે ભાગે માલધારીઓ જ રહેતા હોઈ, એની સ્ત્રીઓ ઘેટાંની ઊનની કામળીઓ પહેરતી. ‘લોબડી' શબ્દ અસલ સંસ્કૃત ‘રોમપટ્ટી' પરથી આવ્યો જણાય છે.

લોકગીત સંચય

૪૭૬
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૭૬