પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વાયો વા સવા, વાયે વેળુ પરઝળી, ઊભો ત્યાં સધરા, સત જોવા સોરઠિયાણીનું. (33) [સરખી દિશાનો વાયુ વાયો. વાયરા વડે નદીની રેતી સળગી ઊઠી. એ સમયે સિદ્ધરાજ એ સૌરાષ્ટ્રણનું સત જોવા ત્યાં ઊભો હતો. બળતી દેવડી છેલ્લો શાપ આપે છેઃ 'વારૂ શે'૨ વઢવાણ, ભાગોળે ભોગાવો વહે; ભોગવતો ખેંગાર, (હવે) ભોગવ ભોગાવા-ધણી ! [34] [આ સુંદર શહેર વઢવાણ, કે જેની ભાગોળે ભોગાવો નદી વહે છે, તેને પાદર હું સળગી મરું છું). હે ભોગાવાના ધણી ! મારું આ શરીર કે જેને ખેંગાર ભોગવતો હતો, તેને હવે તું ભોગવી લેજે, તારામાં સામર્થ્ય હોય તો ! તારે તો ઘણી લાલસા હતી આ શરીરને ભોગવવાની. તેં એ શરીરને તારું કરવા છેવટ સુધી મથી જોયું. મને અગિન પણ ન મળવા દીધો. હવે ભોગવી લેજે !! ' અસલ પ્રાચીન ગુજરાતી દોહો (જૈન ગુર્જર કવિઓ', પા. 257) વાઢી તો વઢવાણ ! વીસારતાં ન વીસરાઈ, સોના સમા પરાણ, ભોગાવહ પð ભોગવીઈ. [હે વઢવાણ, તું શત્રુઓથી વઢાયું છે, તો પણ વિસારતાં તું વિસરતું નથી. હે ભોગાવાના પતિ સિદ્ધરાજ ! હવે તું મારા આ સોના સમા પ્રાણ ભોગવી લેજે !] ‘ભોગાવો’ એ મૂળ ‘ભોગાવર્ત’ પરથી ‘ભોગવહ’ થયું; ને પછી ‘ભોગાવો’. સોરઠી ગીતકથાઓ

481

૪૮૧
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૮૧