પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઓરડે.’ જ વેજીના હૃદયમાં પીઠાતની વીરમૂર્તિ કેવે ભાવે વસી ગઈ હતી તે તો એ જ જાણે. પણ વેજીએ ભોજાને લળી લળી સમજાવ્યો કે મારા પેટમાં પાપ નહોતું, પીઠાતને મેં વખાણ્યો છે, તે તો ચોખ્ખા ભાવથી.’’ પણ આ બધી સમજાવટથી ભોજાના મનની ચિરાડ ન પુરાઈ. એણે વેજીને ઘરમાં સંઘરવાની ના જ પાડી. કહ્યું કે “વેજી, હવે તો પીઠાતનું જ ઘર માંડો.” વેજીના મનનો કાળ ફૂંફાડી ઊઠ્યો. સાચેસાચ એણે ભોજા ઉપર વેર વાળવાનાં પગલાં ભર્યાં. જૂના જમાનાની રીત પ્રમાણે એણે પાણીની હેલ્થ ભરી, માથા પર ઉપાડી, પગપાળા ચાલવા માંડી. ચાલતી ચાલતી હાટીના માળિયા ગામે પહોંચી. પીઠાતની ડેલીએ જઈ ઊભી રહી. પીઠાતે દેખી, ઓળખી. અચરજ પામ્યો. પૂછ્યું, ‘‘તમે આંહીં ક્યાંથી ?’’ વેજી કહે “પીઠાત, ભોજાએ તારી–મારી વચ્ચેના વહેમ પરથી મને જાકારો દીધો છે. મેં તને શૂરવીર માન્યો, શૂરવીર તરીકે તારા ઉપર મારો ભાવ ઊપજ્યો, એ મારું પાપ ઠર્યું છે, ભોજાએ મને એબ દીધી છે. મારે વેર લેવું છે. મારી હેલ્થ ઉતરાવી લે ! નહીં તો હું આંહીં મારા પ્રાણ કાઢીશ.’ હેલ્થ ઉતરાવવી એટલે એ હેલ્પ લઈ આવનાર સ્ત્રીને પોતાના ઘરમાં બેસાડવી. પીઠાત મૂંઝાયો : ના કહે તો પોતે બાયલો ઠરે છે અને સ્ત્રીહત્યા ચડે છે, પરણે તો મિત્રદ્રોહી બનાય છે અને વસમાં વૈર બંધાય છે. આ સ્ત્રીને સંઘરવામાં છેવટે વિનાશ જ છે, પણ મને મર્દને એ વિચાર શોભે નહીં. પીઠાતે હેલ્થ ઉતરાવી. વેજી અને પીઠાતનો ઘ૨-સંસાર ચાલ્યો. ભોજાને જાણ થઈ. એના દિલનો વહેમ પાકો થયો. પોતાનું ઘર ભાંગનાર ભાઈબંધ ઉપર વેર વાળવા માટે એ નીકળ્યો. ભેગો ફક્ત એક ભાણેજ જ હતો. અકેક તલવાર હતી. હાટીને માળિયે એક દિવસ સમી સાંજે છાનામાના પહોંચ્યા. ગામની બહાર એક શિવાલય છે. પીઠાતને રોજ સાંજે ત્યાં માળાના જપ કરવા આવવાનું વ્રત છે. ભોજો અને ભાણેજ ત્યાં રહીને પીઠાતને એકલો ભેટવાનો લાગ તપાસે છે. થોડે દિવસે લાગ ફાવ્યો. પીઠાતની મા મરી ગયેલી તેના કારજનો (ઉત્તરકાર્યનો) દિવસ છે. ઘેરે નાતીલા-જાતીલા પરોણાઓની ઠઠ જામી છે. કામકાજમાંથી પરવારતાં ઠીક ઠીક મોડું થઈ ગયું છે. હજુ પરોણાઓને વાળું કરાવવાની થોડીક વાર છે. પીઠાત શિવાલયનું દર્શન પતાવી લેવા માટે એકલો ને જરા અસૂરો નીકળ્યો પડ્યો. દર્શન કરીને પીઠાત પાછો વળે છે તે વખતે મામો અને ભાણેજ ઉઘાડી તલવારે આડા ફરી વળ્યા. અરસપરસ ઓળખાણ થવામાં તો એક ઘડીની જ વાર લાગી. ‘‘કોણ, ભોજો ભાઈ કે?’’ ‘‘હા, પીઠાત ! એ જ.” “ભોજાભાઈ, આવી પહોંચ્યા ને? ફિકર નહીં. તમારો હક્ક છે. ખુશીથી પતાવો. હું તૈયાર છું.” “ના પીઠાત, એમ નહીં. હું સોરઠી ગીતકથાઓ

483

૪૮૩
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૮૩