પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કસાઈખાનું ક૨વા નથી આવ્યો. એમ હોત તો તો પડકાર્યા વિના છાનોમાનો જ તને વાઢી નાખ્યો હોત. પણ હું તો તને સામે પગલે મળવા આવ્યો છું. કાઢ તલવાર. પહેલો ઘા તારો.’’ ‘‘ના ભોજાભાઈ, પહેલો અપરાધીનો ન હોય. માટે તમે તમારે કું કરો. પણ ભોજાભાઈ, એક માગણી કરું છું. ઘેરે માના કારજનું વાળું કર્યા વિના મહેમાનો મારી વાટ જોઈને ભૂખ્યા બેઠા રહેશે, તમે રજા આપો તો હું પાછો જઈ સૌને જમાડી, પોઢાડી, શાંતિથી પાછો આવું." 484 ભાણેજ અવિશ્વાસુ છે. ના પાડે છે. પણ ભોજો પીઠાતને ઓળખે છે. કોલ દઈને ગયેલો પીઠાત, મોતથી ડરીને પડ્યો રહે નહીં. ભલે જઈ આવે. નીકર મહેમાનોનાં વાળુ રઝળે, પીઠાતની માનું કારજ બગડે, જનેતાના જીવની અસદ્ગતિ થાય. “ભલે, પીઠાત, જઈ આવ. અમે વાટ જોશું.’ પીઠાત ઘેર ગયો. ધીરજથી, ગુલતાનથી, જાણે કાંઈ જ બન્યું નથી તેવો તૉર રાખી તમામ વાત પતાવી દીધી. ફક્ત વેજીએ જ પીઠાતના મુખમંડળ ઉપર આફતની વાદળી પારખી હતી. સહુ જંપી ગયા પછી જ્યારે પીઠાત એકલો પાદર તરફ ચાલ્યો, ત્યારે પાછળ પાછળ વેજી પણ છેટી છેટી રહીને ચાલી નીકળી. વાટ જોઈ બેઠેલા મામા-ભાણેજે પીઠાતને દીઠો. ભોજાનું દિલ ફુલાયું: ‘જો ભાણેજ, મારો વિશ્વાસ સાચો પડ્યો. શૂરવીર કોલ પ્રમાણે આવે છે મરવા સાટુ.' ભાણેજ કહે: “ભૂલો છો મામા, નીરખીને જુઓ. એક નહીં બે જણા આવે છે. ભુજનો બળિયો હાટી એક બીજા જણની મદદથી આપણને જ રાત રાખશે. મામા !વિશ્વાસે વહાણ બૂડ્યાં. ત્યાં તો પીઠાત લગોલગ આવી ગયો. ભોજાએ મેણું માર્યું, “પીઠાત, દગો કે ? એકના બે બનીને આવ્યા કે?’’ પીઠાતે પણ ચોંકીને પછવાડે જોયું, એણે અંધારામાં બીજો આદમી દીઠો. આદમી નજીક થાતાં પરખાયોઃ એ તો વેજી ! વેજી બોલી, ‘‘કામળિયા ! તમે આવ્યાની તો મને જાણ નહોતી, પણ પીઠાત ઉપર કાંઈક આફત જાણીને હું આવી છું, હવે હું સમજી ગઈ છું. મને કાંઈ ઓરતો નથી. તમે ખુશીથી તમારી લેણદેણ ચુકાવો. પણ પીઠાત ! તને મારીને પછી આ બે જણા પાળા કેટલેક પહોંચી શકશે ? તું ખરો વીર હો, તો એને ભાગવા માટે બે ઘોડાં તો દેવાં જોઈએ ને !” આ રીતે ભોજાની, પીઠાતની ને વેજીની ખાનદાની દીપી ઊઠી. ભોજાનો કાળ નીતરી ગયો. સહુનાં મન નિર્મળ થયાં. વેજી ને પીઠાત ભોજાને ગામમાં લઈ ગયાં. મહેમાન કરી ઝાઝા દિવસ રોક્યો. ત્યારથી બેઉ જણા પાકા ભાઈબંધ થઈ પડ્યા. વૈજી તો પીઠાતને જ રહી. ભોજાને અંતરે હવે એ વાતનું ઝેર છાંટો પણ નથી રહ્યું. એક દિવસ પીઠો અને ભોજો પોતપોતાનાં કુટુંબોને લઈ એક સાથે દ્વારિકાની જાત્રાએ

લોકગીત સંચય

૪૮૪
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૮૪