પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નીકળ્યાં છે. રસ્તામાં એક વાર પીઠાતની ઘોડી ૫૨સેવે ભીંજાઈ ગઈ છે. પ્રો બોજો ઊભો છે. પીઠાત ઉ૫૨ ભોજાને એટલી બધી માયા ઊપજેલ છે, કે પોતે પોતાની ભેટ ૫૨ બાંધેલી પછેડીના છેડા વડે પીઠાતની ઘોડીનો પરસેવો લૂછવા લાગ્યો. વેલડીના પડદામાંથી જોઈ રહેલી વેજીએ આ દેખાવ દેખીને પોતાના વેરની તૃપ્તિ અનુભવી. પીઠાતની વીરતાના તાપથી ભોજા જેવા ભડવીરો પણ કેવા રાંક બની ગયા છે ! – એવું એને લાગ્યું. એનાથી ન રહેવાયું, એણે મેણું માર્યું કે કરમ તાહરાં કોય, પીઠિયા ! પા'ણ ફાટે. [ઓ પીઠાત ! કેવાં મહાન પરાક્રમ છે તારાં, કે પથ્થરો પણ ફાટી જાય છે.] ભોજાના દિલમાં આ વચનનું તીર ભોંકાઈ ગયું. એણે પીઠાતને કહ્યું “પીઠાત, ભોજો પીઠાતની ઘોડીનો પરસેવો પોતાને લૂગડે લૂછે, એ પીઠાતના ડરથી ખરું ને?' પીઠાત કહે, “ના, ના, ભોજાભાઈ, સ્ત્રીના બોલ સામે જોશો મા. તમે મારી આંખ માથા ઉપર છો. વેજીની મતિ ઓછી, કે આવું બોલી.’’ ‘ના પીઠાત, હવે તો નથી સહેવાતું. ઊઠ, હવે તો તલવાર લે.’’ બંને જણાં વેદના ભરેલે હૈયે ત્યાં દ્વંદ્વ-યુદ્ધ લડીને માર્યા ગયા. 1. જૂના પીઠાતનું સ્મરણ ઓ પળ ફરી આવે નહિ, રૂડી જલમરી' રાત, હવે મરને હાટીઓ ! પાડો નામ પીઠાત. [1] [ઘટી કોમમાં કોઈ નવા અવતરેલા બાળકનું નામ પીઠાત’ એવું પાડવામાં આવ્યું, ત્યારે ચારણ મર્મ કરીને કહે છે કે ‘ઓ ઘટીઓ ! ભલેને તમે તમારા બાળકોનું પીઠાત એવું નવેસ૨ નામ પાડો, પણ એ પુરાતન શૂરવીર પીઠાત હાટીની પ્રતાપી જન્મ-રાત્રિ, અને એ પુરુષના જન્મની સુંદર પળ કંઈ હવે પાછી નથી આવવાની. નામ ફરીને પાડશો, પણ ગુણકર્મ ક્યાંથી લાવશો ?'] 2. પીઠાતને વેજીનું રોકવું હાટી ચાલ્યો જાય, પાદર અમારે પીઠિયો, પીઠો અમણો પ્રાણ, સગો નાડ્યું સાસની. જન્મની. 2 શ્વાસની. સોરઠી ગીતકથાઓ [2]

485

૪૮૫
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૮૫