પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4. શિવાલયમાં શત્રુઓ ઘેરી વળે છે ત્યારે મરણ મેવાડા ! પીઠિયા પાની ખૂંદતું, (એની) લાંપે લાખાણા ! મરવું મોરીક-ધણી ! [7] [વેજલ કહે છે: હે પીઠાત ! મૃત્યુ તો દરેક માનવીનાં પગલાં પાછળ ચાલ્યું જ આવે છે. એટલે કે મોરીસક ગામના ધણી ! એની છાંગે મરવું તો નિર્માયું જ છે.] 5. દ્વારકાને રસ્તે વેજલનો મર્મ-પ્રહાર વાઢે દળ વેરી તણાં, જાતાં ને વળતાં જોય, કરમ તાહળાં કોય, પાણા ફાટે, પીઠિયા !' [8] [હે પીઠાત ! તું તો વેરીઓના સૈન્યને વાઢનાર બહાદુર છે. તારાં પરાક્રમ એવાં છે કે એના તાપથી પથ્થરો પણ ચીરાઈ જાય છે. વ્યંગ્યાર્થ એ છે કે ભોજા કામળિયા સરીખો કાળમીંઢ નર પણ તારી ઘોડીનો પરસેવો લૂછવા પોતાની પછેડી વાપરી રહ્યા છે.] ' 6. અંતનું દ્વંદ્વયુદ્ધ તેં અચંબો ઉઠાડિયો, કામળિયા ! કટકે, ઘી નામીયું ઘડે, ભડકા માઝું ભોજલા ! [9] [હે કામળિયા ! તેં તો અજાયબી કરી. વૈર રૂપી ભડકો વેજલે સળગાવ્યો હતો, તેમાં તેં તારા શૌર્યનું ઘી ઘડા ભરી ભરીને ઠલવી દીધું.] પાઠાન્તરઃ હોય તો હાડ કરાં, જમીન બધી જોય, કરમતાળાં હોય, પીઠિયા પાણા ફાડ. સોરઠી ગીતકથાઓ

487

૪૮૭
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૮૭