પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કોઈ કહે છે કે પ્રેમિકા જાતની કણબણ હતી માટે સંબંધ તૂટ્યો; કોઈ કહે છે કે એ જાતે બ્રાહ્મણી હતી ને નામ લખમાદે હતું. આંહીં સંગ્રહેલા દોહાઓ ફક્ત આટલું જ સૂચવે છેઃ કોઈ પણ કારણે ત્યાગ કરી જતા પિયુને પ્રેમિકા લગ્ન માટે વિનવે છે, પોતે ઝંખી ઝંખીને બીમાર પડે છે, છતાં લોકલાજનો માર્યો પ્રેમી પાસે આવતો નથી. છેવટે પ્રેમી ચાહે લોકાપવાદનો કે ચાહે પિતા- માતાના દબાણને વશ બની બીજે લગ્ન કરી બેસે છે. રઝળી પડેલી પ્રેમિકા એકલ જીવન સ્વીકારી લઈ હૈયામાં તો હેમિયાને જ પધરાવે છે. દુહાઓ તો બંને વચ્ચે વિયોગ પડ્યા પછીનો જ પ્રસંગ ગાવાનું શરૂ કરે છે. ' 1. વિરહ અને ચિંતા થકી પ્રેમિકાની બીમારી ઘર પાછળ ઘમકાર, પગ વાગે પ્રીતાળનો, ઉફડકીને ઊભી થાય, હૈયે વાગ્યો હેમિયો. [1] [બીમાર પ્રેયસીને પલે પલે શંકા પડે છે કે આ ઘરની પછવાડે રસ્તા પર જાણે પિયુનાં પગલાં સંભળાય છે. પથારીમાંથી વારે વારે ફાળ ખાઈને ઊભી થાય છે, કેમ કે હૈયામાં હેમિયાની ઝંખના વેદના કરી રહી છે.] આવ્યો હશે, પણ પાદરથી જ ખબર પુછાવીને પાછો વળી ગયો હશે. ઉંબર લગ આવે, દુઃખ નો પૂછેલ દેઈનાં, કાંઉ નગણ સગે, હેતમઠાં માં, હેમિયા ! [2] હે હેમિયા ! તું મારા ઘરનાં ઉંબર સુધી આવી ગયો, છતાં મારા દેહનાં દુઃખની ખબર પૂછવા પણ તું ન આવ્યો? આવા નગુણા સ્વજન પર હું શા માટે પ્રીતિ ધરાવી રહી છું [3] હૈ હેમિયા ! તું ગામમાં આવ્યો, છતાં કેવળ લોકોની લજ્જાથી ડરીને મારી સન્મુખ ન આવ્યો, ને પરાયા લોકોની મારફત જ મારા શરીરના સમાચાર પુછાવી ચાલ્યો ગયો ! સોરઠી ગીતકથાઓ લોકુંની લાજે, આંયાં લગ આવેલ નૈ; પરસું પુછાવેલ દુ:ખ અમારી દેઈનાં. પાઠાન્તરઃ પ્રીતાળુ તણો.

489

૪૮૯
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૮૯