લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૯૪)
<poem>

સોરાષ્ટ્રસુંદરી

( તેાટક )

રસ પૂરિત રાસ વિષે રમતી, દઈ તાલ પરિક્રમથી ફરતી; રસ-ગાન વડે જગ રેલવતી, કલ કંઠ થકી કકુભો ભરતી.

જનતા મહિં મૌન મુખે ધરતી, રસ કૈંક અલૌકિક ઉદ્દભવતી; ગુ રૂ વ ર્ગ વિ લો ક ન લાજવતી, વપુથી વપુ માંહિ સમાઈ જતી.

અ મ લા ન ન નું અવગુંઠનથી, કંઈ ગોપન વિભ્રમમાં કરતી; સખીવૃન્દ વિષે મૃદુ ગુંજનથી, દૃગથી , શિરથી, કરથી વદતી.

શિર ઉપર શેભિત હેલ ધરી, હળવે હસતી જતી હંસગતિ; પથ મધ્ય ગુરૂ જનને નિરખી, દઈ પૃષ્ઠ સલજ્જ તીરે તરતી.