પૃષ્ઠ:Strotasvini.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૧૬ ) <poem>

દીપાત્યય

( વસન્તતિલકા – અનુષ્ટુપ્ )

ગાઢાન્ધકાર ગૃહ માંહિ હતો છવાયો, ને શૂન્યકાર ઉર માંહિ હતો ભરાયો, દૃષ્ટિ જરા પણ જઈ શકતી ન દૂરે, આશા કશી પ્રકટતી ન હતી લગારે.

દૈવના યોગથી ન્હાનો દીવડો એક ઉદ્ભવ્યો, સ્નેહના પોષણે સ્હેજે વાધતો ક્રમથી ગયો.

ચંદા તણા રસભર્યા મૃદુ હાસ્ય જેવો, ને ઉગતા રવિ તણા કર શો રૂપાળો, ન્હાના પ્રસારી કર વ્હાલ વધારતો એ, ને ડેલતો, દશ દિશા અજવાળતો એ.

અધિકાર ગયો ઉડી, દૃષ્ટિસાફલ્ય હા ! થયું, શૂન્લવદ્ ગેહમાં ભાસે એથી સર્વ નવું નવું.

નાસી ગઈ હૃદયની સઘળી નિરાશા, ને ઉદ્ભવી નવનવીન અનેક આશા; એ યોગથી સકળ વસ્તુ સુરમ્ય લાગે, ને પ્રેમને પ્રબળ પૂર્ણ પ્રવાહ ચાલે.