લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૨૩ ) <poem>

અવસાન

( શિખરિણી )

અધૂરી અાશાઓ હૃદય મહિં રાખી હૃદયની, અહો ! સૂતો આજે કરી અહીં પથારી મરણની; વહે ધીમી નાડી, શિથિલતર અંગો થઈ ગયાં, હવે લેવા શ્વાસો પરિમિત મદર્થે રહી ગયા.

ગઇ અાંખો ઉંડી, પ્રથમ સમ દૃષ્ટિ નવ પડે, ક્રમેથી કર્ણાદિ અબળ અતિશે ઇંદ્રિય બને; ઘડી ઉંડો ઉંડો ઉતરી પડું પાતાલ-તલમાં, ઘડી વાયુવેગે વિવશ વિચરૂં વ્યોમ–પથમાં.

ઘડી હાહાકારે બધિર શ્રવણે આ બની જતા, ધડી મંજુ ગાને હૃદય અનુવર્તે રસિકતા; ઘડી સ્વર્ગસ્થોનો સહચર બનીને વિચરતો, ધડી જીર્ણારણ્યે, ભયંકર નિદ્રાઘે ભટકતો.

સમીપે શું થાયે ? ખબર નહિ તેની ધડી પડે, વિલાપો વ્હાલાંના સકરૂણ ઘડીમાં મન દહે, ઘડી કાન્તાસંગે કદલીવનમાં કેલિ કરતો રીસાતી રામાને પ્રણય-પટુતાથી રીઝવતો.