લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૩૦ ) <poem>

એક નાવિકને

( શિખરિણી )

સડેલી નૌકા ને શઢ પણ સમૂળા સડી ગયા, અને તેના સ્તંભો પવન થકી તૂટી પડી ગયા; તળે ન્હાનાં મોટાં અપરિમિત છિદ્રો અહીં તહીં, દીસે રોકી રાખ્યું જલધિ-જલ ડૂચા દઈ દઈ.

તથાપિ તેનાથી અધમ ઉરના નાવિક, અહો ! મહાસિંધુ માંહે સફર કરવા તત્પર થયો ! પ્રવાસી વિશ્વાસુ તુજ વચન સાચાં સમજતાં, હશે કેવી હોડી ?—નહિ નયનથી એ નિરખતાં.

ઉમંગોથી આવે ઝટપટ જવા ઇચ્છિત સ્થળે, ધકેલી બીજાંને કંઈક વળી કૂદી મહિં પડે; બિચારાં એ બેઠાં જલધિ તરવા આતુર થઈ, અગાડીથી આખું તુજ કર વિષે આતર દઈ.

અરે ! જો ! આ સામે જલદ સમ સિંધુ ગરજતો, અનેરા ઉલ્લેલે, અમિત બલ સાથે ઉછળતો, કિનારાનું ક્યાંએ નહિ દૃગ થકી દર્શન થતું, નવા જીમૂતેથી ગગનતલનું ગેપન થતું.