લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૩૩ ) <poem>

નરમેધ

( નદટક અથવા નરકૂટક )

અગણિત વર્ષ ને યુગ અનેક વ્યતીત થયા, ખરતર મંત્રથી બધિર કેવળ કર્ણ બન્યા; નહિ બલિદાનને પળ પળે પણ પાર રહ્યો, કલુષિત ભસ્મથી અખિલ કુંડ ભરાઈ ગયો.

અનલશિખા અહો ! ગગનગુંબજ ભેદી ગઈ, દશ દિશ ડોલતી, ઉછળતી ઉભરાઇ રહી; અવિરત ધૂમ્રની સતત છાંય છવાઈ રહી, વન, ગિરિ, વ્યોમ ને પૃથિવીમાં પથરાઈ રહી.

પણ નરમેધ આ, અહહ ' સંસૃતિભક્તજનો જગતવિઘાતકો ! તમ તણો નહિ પૂર્ણ થયો ! હજુ તમ અંતરો કઠિન, ક્રૂર ન તૃપ્ત થયાં, હજુ પણ દેવી એ ન પરિતુષ્ટ જણાય જરા.

અતિ ઉલટે ભર્યા કર વિષે કર૫ત્ર લઇ, ઘડી ઘડી ઘૂમતા કુમખમંડપ મધ્ય જઈ; મૃદુતર માનસો અવનવાં ઉરથી ગ્રહતા, હણી હણી હેામતાં, અધમ મંત્ર મુખે ભણતા.