આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આશા
( ૧ ) ( મન્દાક્રાન્તા ) સૃષ્ટિ કેરા સકળ રસને, વારિને શેાષી લેતાં, ને વૃક્ષોના મૃદુલ વપુને ક્રોધથી બાળી દેતાં; ચારે બાજુ પ્રખર કિરણો સર્વદા સૂર્ય ફેંકે, વર્ષાભાવે હત જગતનું શેષ સર્વસ્વ લૂંટે !
દુર્ભિક્ષેથી દુઃખિત સઘળાં પ્રાણિનાં પિંડ ભાસે, સૂકાં વૃક્ષો, નહિ તૃણ તણું નામ દેખાય ક્યાંએ; રેતી કેરા રણ સમ દીસે ખેતરો શૂન્ય જેવાં, શાંતિ માટે હરિણગણને સ્થાન એકે મળે ના.
ભૂંડું ઉડું ઉદર ભરવા માનવે વ્યગ્ર થાય, લાખે પ્રાણી મરણ–મુખમાં પેસતાં નિત્ય જાય; કેઈ કોની ખબર સુખ કે દુઃખ કેરી ન પૂછે, ઉઠ્યો અગ્નિ પ્રલયપળનો, કોણ એમાં ઉગારે?
દુઃખી જોડું કૃષીવલ તણું ગામડામાં રહેતું, મૂંગે મોઢે અનશન તણું કષ્ટ કૈં કાળ વેઠયું; અંતે હારી પરભૂમિ વિષે તે જવાને તણાયું, વ્હાલું વ્હાલું વતન ત્યજતાં દીલ દુઃખે દુભાયું.૪૮૬