લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
<poem>

વિસ્મૃતિ

( વસન્તતિલકા )

"સંગીતના શ્રવણ કારણ કાર્ય છોડી, "આવે અહીં નગરના જન કૈંક દોડી. "એમાંથી કેાણ રસપાત્ર રસજ્ઞ પૂરા ? "ને કોણ માત્ર ગણી કૌતુક રાચનારા ?

મુશ્કેલ પ્રશ્નન નૃપનો શુણી મુખ્ય મંત્રી, આભો બન્યો, કંઈ રહ્યો ઉરમાં વિમાસી. રે ! ક્ષીર નીર કરી ભિન્ન બતાવવાનું, ના હંસને કઠિન કાંઈ દીસે પરંતુ.

* * * * * ( મન્દાક્રાન્તા )

રાત્રિ કેરો પ્રહર હજુ ના એક પૂરો થયેલો, ના સૃષ્ટિમાં તિમિર-પડદો પૂર્ણતાથી પડેલો; વાદિત્રોના નૃપસદનમાં કૈં સ્વરો સંભળાતા, તે આલાપો અટકી અટકી ઉઠતા કૈં કુહૂ શા.

આવી ઉભા કંઈક મનુજો બેસતા સ્થાન શેધી, ઉંચા નીચા પળ પળ થતા ઉગ્ર અૌત્સૂકય સેવી;