પૃષ્ઠ:Strotasvini.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમલાનન - નિર્મળ મુખ.
અમિત – ધણું, મપાય નહિ એટલું
અમૂલાં - અમૂલ્ય.
અમંગળ - અશુભ.
અયુત - દશ હજાર.
અરમ્ય - સુંદર નહિ તે.
અર્ધ - પૂજાવિધિ
અર્થના - પ્રાર્થના, અરજ.
અર્ભક – બાળક.
અવગણી - અવગણના કરીને.
અવગણી - અવગણના કરીને.
અવગાહના - ન્હાતા.
અવગુંઠન - ધુમટો, લાજ.
અવર્ણ્ય - ન વર્ણવી શકાય એવું.
અવલંબન - આધાર.

અવશ - સ્વતત્ર.
અવસાન – મૃત્યુ
અવાચ્ય - ન બોલાય એવું
અવિકૃત - વિકાર વિનાનું
અવિરત - નિરંતર.
અવ્યક્ત્ - અસ્પષ્ટ.
અશન - ભોજન, ખાવાનું
અસિ - તલવાર.
અસ્તાબ્ધિ - પશ્ચિમસમુદ્ર.
અહમહમિકા - અહંભાવ.
અહંત્વ - હું પણું.
અહંપદ - હુંપદ.
અજ્ઞાત - અજાણ્યું.

આકર્ષી - ખેંચી.
આકુલ - વ્યાકુળ.
અાક્રોશંતી – ગાળો દેતી.
આક્રંદ - રડારેાળ.
આદર - સત્કાર
આદેશ - આજ્ઞા
આનન - મુખ
આયુધ - હથિયાર
આર્દ્ર - ભીનું
આલંબ -આધાર.

આાઘાત - ઘા.
આતર - વહાણભાડું.
આતિથ્ય - પરોણાગત.
આત્મજ – પુત્ર.
આવેશ - પ્રવેશ.
આશય - અભિપ્રાય.
આશલતા - આશા રૂપ વેલ્ય.
આશ્વવાસ - દીલાસો
આશ્વાસન – દીલાસો.
આસ્વાદ - સ્વાદ, લ્હેજત.