લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અંતર - મન; છેટું.
અંતરાય - વિધ્ન.
અંતદૃષ્ટિ -અંદરની નજર.

અંભોધિ - સમુદ્ર.
અંશુ - કિરણ.

કકુભ-દિશા.
કદલી - કેળ.
કમળકન્યકા - લક્ષ્મી.
કર – કિરણ, હાથ.
ક૨૫ત્ર -કરવત.
કરાલ-ભયંકર.
કરાલંબ - હાથનો ટેકો.
કર્કશત્વ - કઠેરતા.
કર્તવ્યાબ્ધિ - કર્તવ્યોને સમુદ્ર
કલ - મધુર સ્વર
કલરવ - મધુર સ્વર
કલાપી – મોર, સ્વ. ઠા. સુર

સિંહજી

કલિ - કજીયો, ક્લેશ.
કલિકા - કળી.
કલુષિત - પાપવાળું.
કષ્ટસાધ્ય - મુશ્કેલીએ સાધી શકાય

એવું.

કાનન - વન.
કાન્ત - પતિ, પ્રિય
કાન્તા - પત્ની, પ્રિયા

કારાગાર - કેદખાનું
કાળ - સમય, મૃત્યુ.
કારૂણ્ય - દયાળુપણું.
કિંચિત- કાંઇક
કુટિલ - વાંકુ
કુણપ - મુડદું
કુતુક - કૌતુક
કુતૂહલ - કૌતુક.
કુપિત - ગુસ્સે થયેલું
કુમખ –ખરાબ યજ્ઞ.
કુરંગ - હરિણ.
કુલિશ - વજ્ર
કુહૂ - કેાયલનો અવાજ
કૂજન - કેાયલનો અવાજ
કૃતકૃત્યતા - કૃતાર્થતા.
કૃતાંત - મૃત્યુ.
કૃપાણ - તલવાર.
કૃશ - દુબળું
કૃષિક - ખેડુત
કૃષીવલ - ખેડૂત.
કષ્ગા - દ્રૌપદી.