લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેકારવ - મોરનો સ્વર.
કેલિ - ક્રીડા, રમત.
કેસરી - સિંહ

કોલાહલ - શેાર બકોર.
કંપિત - ધ્રૂજતું.

ખડ્ગાધાત - તલવારનો ઘા.
ખર – તીક્ષ્ણ, ક્રૂર

ખરતર - અત્યંત ક્રૂર.
ખાદ્ય – ભોજન.

ગણ - ટોળું
ગણના - ગણતરી
ગભીર - ગંભીર ઉંડુ
ગર્ત - ખાડો
ગહન - ગંભીર, અગમ્ય
ગહ્‌વર - ગુફા
ગાયન્તી - ગાનારી
ગિરિ-પર્વત
ગિરિકંદર-પર્વતની ગુફા.
ગીર્વાણ - દેવ.
ગુરુજન - વડીલ
ગુરુસુંદરી - વડીલ સ્ત્રી
ગુહા - ગુફા
ગુંજન - ગણગણાટ, બારીક અવાજ.

ગુહ્ય - રહસ્ય, છુપું
ગુફિત - ગોઠવેલું
ગુંબજ - ઘુમટ
ગૂઢ - રહસ્ય, છુપાયેલું
ગૃહ -ઘર
ગૃહછત્ર - છાપરું
ગૃહપતિ-ઘરધણી
ગૃહવધૂ-ઘરની વહુ
ગૃહમંડન - ઘર શણગારવું તે
ગૃહવધૂ - ઘરની વહુ
ગૃહાંગણ - ઘરનું આંગણું
ગૃહિણી - પત્ની, સ્ત્રી.
ગોપન - આચ્છાદન, ઢાંકવું તે
ગ્રાહ -મગર

ઘન - વરસાદ
ઘાતક - મારનાર

ઘોર - ભયાનક