લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચપલા-વીજળી
ચમૂપતિ- સેનાપતિ
ચર્વણ-ચાવવાની ક્રિયા.
ચલનયંત્ર - ગતિયંત્ર
ચાટૂક્તિ - વખાણનાં વચન

ચિર – લાંબું
ચેતન - સજીવન
ચંદ્રાર્ક - ચંદ્ર અને સૂર્ય
ચેતના - બુદ્ધિ, જાગૃતિ.

છદ - પાંખ

જગત્કૃતિનાં કાર્યો.
જટિત - જડેલું
જનક - બાપ.
જનતા - જનસમૂહ.
જનતાર્પિતદેહ-જનસમૂહને શ-

રીર અર્પણ કરનાર.

જન્મદાત્રી - જન્મ આપનારી મા.
જયિની - જીતનારી.
જલકણ – પાણીનું ટીપું

જલદ - વરસાદ
જલધિ - સમુદ્ર
જલનિધિ - સમુદ્ર
જલવાહક - વરસાદ.
જલ્પતા - બડબડતા.
જીમૂત - મેધ, વરસાદ
જીર્ણ - જૂનું.
જીવન - જીંદગી.
જંબૂક - શિઆળ.

ઝંઝા - ફુંકતા વાયુને અવાજ
ટિટ્ટિભ - ટીટોડી.

તટિની - નદી.
તનુરત્ન - શરીરનું રત્ન.
તપન-સૂર્ય.
તમ - અંધારૂં
તમિસ્ત્ર -અંધારૂં

તપ્ત - તપેલું.
તમિસ્રાચય - ધણું અંધારૂં
તરણિ - હોડી, સૂર્ય.
તરલ - ચંચળ
તરિ-હોડી.