લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પિંજર - પાજરૂં
પીયૂષ - અમૃત
પુલકિત - રૂવાડી ચડેલું, રોમાંચિત
પુંજ - ઢગલો
પૃથાસુન - અર્જુન
પૃષ્ટ - પીઠ
પૌર્ણમાસી - પૂર્ણિમા
પંકજ - કમળ
પંચત્વ - મરણા
પંચમાલાપ - સાતસ્વરમાંના પાંચમાંના - કોયલ - ના સ્વરનો ઉચ્ચાર
પંચમોચ્ચાર - સાતસ્વરમાંના પાંચમાંના - કોયલ - ના સ્વરનો ઉચ્ચાર
પંથી - મુસાફર
પ્રખર - અત્યંત તીક્ષ્ણ
પ્રચંડ - ભયંકર
પ્રચ્છન્ન-મુખ
પ્રણુયાસ્ત્ર- પ્રેમરૂપ હથિયાર
પ્રણયિની-વ્હાલી સ્ત્રી
પ્રતિ - દરેક
પ્રતિઘોષ - પડઘો
પ્રતિપક્ષ - શત્રુ
પ્રતિભા-પ્રકાશ

પ્રાતવચન - ઉત્તર
પ્રતિકાર - બદલો
પ્રતીચી - પશ્ચિમ દિશા
પ્રતીક્ષા - રાહ જેવી
પ્રથમકવિ - વાલ્મીકિ કવિ
પ્રભા-પ્રકાશ
પ્રલંબ - બહુ લાંબું
પ્રયાણ - ગમન
પ્રવાસી - મુસાફર
પ્રસૂ - માતા
પ્રસ્થાન - મુસાફરી, ગમન
પ્રહરિ - પહેરેગીર, ચોકીદાર
પ્રક્ષાલંતું - ધોતું
પ્રાકૃત - પામાર, સાધારણ
પ્રાચી - પૂર્વ દિશા
પ્રાચ્ય - પ્રાચીન
પ્રાણેશ - પતિ
પ્રાર્થના - પ્રાર્થના, અરજ
પ્રાસાદ - મહેલ, મંદિર
પ્રાંતભાગ - સીમાભાગ
પ્રિયતમા - વહાલી સ્ત્રી
પ્રૌઢા - પુખ્ત વયની સ્ત્રી

ફુત્કાર - ફુંક

બધિર - બહેરું
બદ્ધ - બંધાયેલું

બલિ - યજ્ઞમાં હોમવાનું
બલિદાન- યજ્ઞમાં હોમવાનું