પૃષ્ઠ:Strotasvini.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાલ્ય - બાળપણ
બાહ્ય સ્વરૂપ - બહારનું સ્વરૂ૫

બંદી - કેદી

ભરિત - ભરેલું
ભવ - સંસાર, જન્મ
ભવદુર્લભ - જન્મમાં ન મળી શકે

એવું

ભવન - ઘર, મકાન, જન્મ
ભવિક - કલ્યાણ
ભવ્ય - ઉત્તમ, સુંદર, ભાગ્યવાન
ભાગીરથી - ગંગા
ભાજન - પાત્ર
ભારતી - સરસ્વતી
ભાસ્કર - સૂર્ય

ભિષક - વૈદ્ય
ભીતિ - બીક.
ભીરૂ - બીકણ
ભુવિ - પૃથ્વીમાં
ભૂષણ - શણગાર
ભૃત્ય - ચાકર
ભેદક - જુદાઇ, જણાવર
ભેદાભાવ - એકતા
ભ્રમણ - ભમવું
ભ્રાંતિ - સંશય, ભૂલ

મકરંદ - ફુલનો રસ
મખ - યજ્ઞ
મગધેશ્વર -ચક્રવર્ત્તિ અશોક
મદર્થે - મારે માટે
મધુકરી - ભમરી
મનુજ - માણસ
મનુજાત - માણસ
મનોજ્ઞ - સુંદર
મન્મય - કામદેવ
મમત્વ - મ્હારાપણું

મરાલ - હંસ
મરૂસ્થળ -નિર્જળ દેશ, મારવાડ
મલ - તેલ
મહાર્ણવ -મોટો સમુદ્ર
મહિષી – ભેંસ
માંક્રંદ – આંબો
માતૃતા - માતાપણું
માધવ - શ્રીકૃષ્ણ
માધુરી - મધુરતા
માનસ - મન, માન સરોવર