લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માનાદ્રિ - અભિમાન રૂ૫ પર્વત
માર્દવ - કોમળતા
મિત - માપેલું, માપસરનું
મિલન - મેળાપ
મીલિન - મીંચેલું
મુકુલ - કળી
મુક્તા - મોતી
મુગ્ધ - ગુંચવાયેલું

મુગ્ધભાવ - ગુંચવણ
મુદિત - આનંદિત
મૃદુલ- કોમળ
મૃદુ - કોમળ
મૃદ્વંગી - કોમળ અંગવાળી.
મૃષા - વૃથા, ફોકટ
મૌન - ચુપકીદી
મંજુ - સુંદર

યથાકાળ - સમય પ્રમાણે
યથાસમય - સમય પ્રમાણે
યદિ - જો, જ્યારે
યથાબળ - શકિત પ્રમાણે
યશસ્વી - કીર્તિમાન્

યશ:કાય - કીર્તિરૂ૫ શરીર
યાદવી - માંહેમાંહેની લડાઈ
યાન - વાહન
યુગમ - જોડું
યોગભ્રંશ - યોગથી પડવું તે

રક્તતા - રતાશ
રજનીપતિ - ચંદ્ર
રમણ - પતિ
રમણી - સ્ત્રી
રવ - શબ્દ, અવાજ
રવિકર - સુર્યના કિરણ
રશના - દેરી
રસાળ-અાંબો

રાસેશ્વરી - રાસની દેવી
રિક્ત - ખાલી, શૂન્ય
રૂચિરત્વ - સુંદરતા
રૂદિત - રડતું
રૈવત - ગિરનાર
રોમાંચ - રૂંવાડાં ઉભાં થવાં તે
રોદન - રૂદન
રંકુ - હરિણી
રંભા - કેળ