લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વ્યથા -પીડા
વ્યથિત -પીડિત, દુ:ખી
વ્યાપારાતર -બીજું કામ
વ્યાપ્ત - વ્યાપી રહેલું

વ્યોમ - આકાશ
વ્યોમગંગા - આકાશગંગા
વ્યંગ -મશ્કરી

શતધા - સેંકડો પ્રકારે
શનૈ - ધીમેથી
શમિત - સમાયેલું, નષ્ટ
શય્યા - પથારી
શર - બાણ
શરચ્ચંદ્ર - શરદ ઋતુનો ચંદ્ર
શર્વરી - રાત્રિ
શવ - મુડદું
શાખા - ડાળી
શારદી - શરદઋતુની
શાવક - બાળક, બચ્ચું
શિથિલ - ઢીલું
શિશુક - બાળક
શિષ્ટ - બાકી રહેલ, સભ્ય
શીકર - છાંટા
શીત - ઠંડું
શીલ-સદ્ગુણ

શુચિ - પવિત્ર, સ્વચ્છ
શૂન્યવત્ - શૂન્યજેવું
શૃંખલા - સાંકળ
શૈશવ - બાળપણ
શોણિત - લોહી
શોભન - સુંદર
શંપા - વીજળી
શ્રમિત - થાકેલું
શ્રવણ - કાન, સાંભળવું તે
શ્રાન્ત - થાકેલું
શ્રુતિ - કાન, વેદ
શ્રુતિપથ - કર્ણમાર્ગ
શ્રોણિ - કટિ, કમર
શ્વસન - શ્વાસ, પવન
શ્વસનત્વ - પવનપણું
શ્વાપદ - શિકારી જનાવર

ષ : ષડ્વિધ - છ પ્રકારનું

સજ્જ - તૈયાર

સત્કૃતિ - સારૂં કામ