પૃષ્ઠ:Strotasvini.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
<poem>

માતૃભૂમિ

(કવ્વાલી.)

અમે એ હિંદ માતાના ઉમંગી અભંકો સાચા, અમરને અંતરે જેના વિમળ ઉત્સંગની ઈચ્છા.

હજારે પુણ્ય તીર્થોની, કરોડો કર્મવીરોની; યશસ્વી યેાગીએા કરી પ્રસૂ એ પાવની પૂરી.

નિવારે પાપ પ્રાણીનાં ભૂમિનું તીર્થ કો ન્હાનું, હજારે તીર્થની માતા કરે કલ્યાણ તો કેવું ?

અમારો દેહ એ માટે, અમારા પ્રાણ એ માટે, અમારૂ વિત્ત એ માટે, અમારૂં જ્ઞાન એ માટે.

અમારૂં સ્વર્ગ એ સાચું, અમારી મુક્તિ એ મોંધી, અમારાં પૂર્વ પુણ્યોનું મહા ફળ માત એ મીઠી.

ભલે જાતે અમે જૂદા, ભલે ધર્મે રહ્યા જૂદા, પરંતુ માતને માટે અનેરા ઐક્યથી ઉભા.

સુભાગી એક ઉત્સંગે વસીને એક પય પીયું, મધુરી એક માતાએ વપુ વાત્સલ્યથી પોષ્યું.