લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્વાત્મ - પોતાનો આત્મા
સ્વાતંત્ર્ય - સ્વતંત્રતા
સ્વાદન - લહેજત, સ્વાદ
સ્વાધ્યાય - વેદનો અભ્યાસ

સ્વાન્ત - મન
સ્વાસ્થ્ય -આરોગ્ય, શાંતિ સંતોષ
સ્વીકૃત-સ્વીકારેલું
સ્વેદ -૫રસેવો

હરિત - લીલા રંગનું
હિમાંશુ - ચંદ્ર
હિંદોલ - હિંચકો
હુતાશન - અગ્નિ
હત્સૃષ્ટિ - હૃદયની દુનિયા

હૃદયભર - હદયને ભાર
હૃષ્ટ - હર્ષિત
હેલી – નિરંતર વૃષ્ટિ
હેષતા -ખોંખારતા


ક્ષ

ક્ષન્તશ્ર – ક્ષમા કરવા યોગ્ય
ક્ષાન્તિ - સહનશીલતા
ક્ષારાબ્ધિ - ખારો સમુદ્ર
ક્ષિતિજ - દૃષ્ટિમર્યાદા

ક્ષીર - દૂધ
ક્ષુદ્ર - અધમ. કંગાળ, બારીક
ક્ષુધિત -ભૂખ્યું
ક્ષુલ્લક - પામર


જ્ઞ
જ્ઞાતા - જાણનાર