લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
<poem>

ગૃહ

(વસંતતિલકા. )

જયાં વિશ્વનાં ભ્રમણમાત્ર સમાપ્તિ પામે, જ્યાં સૃષ્ટિની સરણિઓ સઘળી વિરામે; ભૂગોળને પ્રકટ જ્યાં પરખાય છેડો, ને જ્યાં સુવર્ણમય મેરૂ વસુંધરાનો.

અંભોધિને ઉતરતાં, વસતાં વિમાને, ને વિશ્વમાં વિચરતાં પ્રિય સાથ સંગે; ઉંચું સદૈવ વસતું મન, જ્યાં નિરાંતે, નિદ્રા લઈ સુખદ શાંતિ અપૂર્વ સેવે.

અગ્નિ અનંત ઉરમાં ઉપજાવનારી, જ્યાં નષ્ટ થાય પળમાં પરતા બિચારી; જ્યાં ચેતનત્વ જડ વસ્તુ સમસ્ત પામે, ને કૈં નવીન ઉર–ભાવ થકી વધાવે.

જ્યાં નેત્ર મીલિત છતાં અણુએ જણાય, ને અંધકારબળ નિષ્ફળ નિત્ય જાય; આનંદ જે પરમ દુર્લ્લભ પ્રાણીઓને, તે મૂર્તિમાન બની જ્યાં દિનરાત ડોલે.